હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવી રહ્યાં છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનની વાતો સાંભળી જ હશે પણ તેનો અમલ ખુબ ઓછો થતો હોય છે ત્યારે શહેરના બેકરી સંચાલકે દીકરીઓના જન્મદરમાં વધારો થાય તથા પરિવાર પણ તેની ઉજવણી કરે તેની માટે અનોખી શરૂઆત કરવામાં આવી છે.
‘બેટી બચાવો’ અભિયાન હેઠળ 1થી 5 વર્ષની દીકરીઓને જન્મદિન પર મફતમાં કેક વિતરણ કરી રહ્યાં છે. સુરતમાં આવેલ ડભોલી વિસ્તારમાં બેકરી ધરાવતા તેમજ ફક્ત 7 ધોરણ પાસ સંજયભાઈ ચોડવડિયાના આ અભિયાનને અનેક સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે. સંજય છેલ્લા 12 વર્ષથી દીકરીઓને જન્મદિને મફતમાં કેક આપી રહ્યાં છે. ફક્ત 1 વર્ષમાં કુલ 7,000 કિલો જેટલી કેકનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બેકરીની શરૂઆતથી જ કેક ફ્રીમાં આપવાની શરૂઆત કરી :
મૂળ અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલાના વતની સંજય ચોડવડિયા કુલ 20થી વધારે વર્ષથી સુરતમાં રહે છે. પોતાના વતનમાં ફક્ત 7 ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી પરિવારની સ્થિતિ સારી ન હોવાને કારણે રોજગારીની શોધમાં સુરત આવ્યાં હતાં.
8 વર્ષ સુરતમાં હીરા ઘસ્યા બાદ મંદી આવતા રજા આપી દેવામાં આવી હતી. ત્યારપછી એમ્બ્રોઈરીમાં કામગીરી કરી હતી પણ તેમાં સરખુ ન આવતાં બેકરી તથા દાણા-ચણાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી. છેલ્લા 12 વર્ષથી ડભોલી વિસ્તારમાં ઘનશ્યામ બેકરી તથા કેકની દુકાન ધરાવે છે. બેકરીની શરૂઆતથી બાળકીઓને મફતમાં કેક આપવાની શરૂઆત કરવામાં આવી છે.
બેટી બચાવો પ્રત્યે જાગૃતિ આવે તે માટે અભિયાનની કરી શરૂઆત :
સંજયભાઈ જણાવતાં કહે છે કે, 12 વર્ષ અગાઉ કતારગામ વિસ્તારમાં મોરારિબાપુની રામકથામાં મોરારિબાપુ દ્વારા ‘બેટી બચાઓ’ પ્રવચનમાં દીકરીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારથી બેટી પ્રત્યે ખાસ લાગણી સંજયના મનમાં હતી. તેમને ત્યાં પહેલી દીકરી થતાં નક્કી કર્યું કે. ‘બેટી બચાઓ’ પ્રત્યે જાગૃતિ આવે તેની માટે બાળકીઓને જન્મદિન પર ફ્રી કેક આપવામાં આવે.
14 બ્રાંચ પરથી ફ્રીમાં કેક આપવામાં આવે છે :
સંજયભાઈનું માનવું છે કે, દીકરીઓ જ્યારે આગળ આવે ત્યારે દેશ ખરા અર્થમાં આગળ વધશે. આની માટે સાચાં દિલથી પ્રયાસ કરવામાં આવે તો આપને બદલાવ લાવી શકીએ છીએ. આની માટે કોઈની રાહ જોયા વિના આપણે આગળ આવીને ઉદાહરણ પૂરું પાડવું પડશે.
આજથી કુલ 12 વર્ષ અગાઉ સંજય એ ‘બેટી બચાવો’ અભિયાન અંતર્ગત 1થી 5 વર્ષની દીકરીઓને મફતમાં કેક આપવાની શરૂઆત કરી હતી. આ અભિયાનની શરૂઆતમાં વર્ષે કુલ 1,000 કિલો કેક મફતમાં આપવામાં આવતા હતા. હાલમાં કુલ 14 બ્રાંચ પરથી દર વર્ષે અંદાજે 7,000 કિલો કેક 5 વર્ષ સુધીની દીકરીઓને મફતમાં આપીને સફળતા પૂર્વક સમાજ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે.
વર્ષે 7 લાખ રૂપિયાની કેક દીકરીઓને ફ્રીમાં આપે છે :
સંજયને તેમના વિશિષ્ટ અભિયાન માટે અનેક સન્માન મળી ચૂક્યા છે. આની સાથે જ લોકોના અભિનંદન પણ મળી ચૂક્યા છે. આ અભિયાનને લઈ સંજય દ્વારા લિમકા બુક રેકોર્ડમાં નોમિનેશન કરવાની તજવીજ પણ ચાલી રહી છે. જે દીકરીનો જન્મદિન હોય તેનો જન્મ તારીખનો દાખલો લઈને કુલ 250 ગ્રામ કેક આપી દેવામાં આવે છે. દરરોજ કુલ 45 દીકરીઓને ફ્રી માં કેક આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle