હાલ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં ડ્રગ્સમાં બે અને ગાંજામાં એક આરોપીની ધરપકડ કરી 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરને નશામુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા સખ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જોકે, હજુ પણ આ કારોબાર ચાલી રહ્યો છે અને યુવાધનને બરબાદ કરવા અનેક લોકો સક્રીય છે. આ દરમિયાન આવા જ નશાનો કારોબાર કરનાર ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચને વાત મળી હતી કે, સુરતના સોદાગરવાડ ખાતે ઉસ્માનગની અને તેના પિતા ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે. વાતની જાણકારી મળતા પોલીસે રેડ પાડીને તેમના મકાનમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો બંને પિતા-પુત્ર મુંબઇથી લાવતા હતા અને સુરતમાં યુવાધનને વેચાણ કરતા હતા જેમાં પોલીસે બંનેને પકડી પાડી તેમની પાસેથી 133 ગ્રામ, 13 લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત ત્રણ મોબાઈલ, રોકડા રૂપિયા, લેપટોપ, સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને અબ્દુલ કાદર, અબ્દુલ ગની ડોબીવાલા અને તેના પુત્ર ઉસ્માનગની ધરપકડ કરી હતી.
સુરત પોલીસનું એક સૂત્ર છે ‘નશા મુક્ત સુરત’ જે સૂત્રને સાર્થક બનાવવા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ ખાતે શ્રીજી કોમ્પ્લેક્સની પાછળ એક ઈસમ ચંદ્રસિંહ પ્રતાપસિંહ સિસોદીયા પોતાના હકમાં રાખેલ ટેમ્પોમાં નારિયેળના થેલાની આડમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ હતો. જે હકીકતના આધારે પોલીસે રેડ પાડીને આરોપી પાસેથી 220 કિલો અને 22 લાખથી વધુની કિંમતના ગાંજાનો જથ્થો ઝડપી પડ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અનેક જગ્યા પર નશાનો કારોબાર ચાલી રહ્યો છે અમુક તત્વો ડ્રગ્સ અને ગાંજાનો કારોબાર ચલાવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે. અને બે અલગ અલગ ગુનામાં ત્રણ આરોપીને પકડી પાડી માદક દ્રવ્યો કબ્જે કર્યા હતા અને આ માદક દ્રવ્યો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle