સુરત(ગુજરાત): સુરતની પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે એક આરોપીને બસમાંથી પકડી લીધો હતો. આરોપીએ પૂછપરછમાં કર્ણાટકમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત આવ્યો હોવાની કબુલાત કરી હતી. ધરપકડ બાદ તેની પાસેથી સોના ચાંદીના દાગીના જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે. સુરતની પુણા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે, એક આરોપી ચોરી કરીને સુરત તરફ આવ્યો છે.
તેના આધારે પોલીસે લક્ઝરી બસની તપાસ કરતા એક આરોપી લલિત પરમારની ધડપકડ કરી હતી. જેની પાસેથી એક બેગ મા મોટા પ્રમાણમાં માત્ર ચાંદીના દાગીના મળી આવ્યા હતા. ત્યારબાદ પુણા પોલીસ દ્વારા આરોપીને પોલીસ મથક લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
જેમાં ચોકવાનારી વાતએ હતી કે, પહેલા તો આરોપી આ ઘરેણાં તેના છે તેવું જણાવતો હતો. પુણા પોલીસ દ્વારા બેગમાં રહેલા ચાંદીના દાગીના તપાસ કરી જેમાં પકડાયેલા દાગીના ઉપર એક કન્નર ભાષામાં લખેલા લેબલ અને નામના આધારે તપાસ શરુ કરી તો તે દુકાન કર્ણાટકના તુમકુર જિલ્લાની હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, પોલીસે આ દાગીનાના ફોટો અલગ અલગ પોલીસ મથકમાં મોકલી આપ્યા હતા. ત્યારે જિલ્લાના એક પોલીસ મથકના પોલીસે આ દાગીના ઓળખી લીધા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ દાગીના કર્ણાટક રાજ્યના એક્સ્ટેન્શન પોલીસ મથક હદમાં આવેલા એક બિઝનેસમેનના ત્યાંથી બંધ મકાનનું તાળું તોડી તેમાંથી ચોરી કરેલા હતા. જ્યાં તેની પોલીસ મથકે 17.50 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે, તેની ગેંગ દાહોદથી અન્ય રાજ્યોમાં મજૂરી કરવાના બહાને જતી અને ત્યાં ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગમાં અન્ય 3 વ્યક્તિઓ પણ મળેલ હોવાનું સામે આવ્યું હતું. હવે કર્ણાટક પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.