સુરત શહેરમાં કયા પ્રકારના ફટાકડા ફોડી અને વેચી શકાશે? પોલીસ કમિશ્નરએ બહાર પાડ્યું જાહેરનામું

સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે ફટાકડાના ખરીદ, વેચાણ તથા વપરાશ કરવા પર અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અનુસાર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સીરિઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી કે ફોડી શકાશે નહી તેમજ વેચાણ કરી શકાશે નહી. હાનીકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને અન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા વેચી/વાપરી શકાશે. અધિકૃત ફટાકડાના દરેક બોક્ષ ઉપર PESO ની સુચના પ્રમાણેનુ; માર્કિંગ હોવું જરૂરી છે.

હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારે સાયલેન્ટ  ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યા કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત/રાખી/વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફિલપ કાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.

લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સુરત શહેરના બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ/સી.એન.જી. બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈથમકની નજીક કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈ પણ પ્રકાના સ્કાય લેન્ટનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી. તેમજ કોઈ પણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ જાહેરનામું તા.૮/૧૧/૨૦૨૦ થી તા.૨૨/૧૧/૨૦૨૦ સુધી માન્ય રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *