“પોલિસથી આપણે નથી બીતા, પોલિસ આપણા ઈશારે ચાલે” લોકોને આવા નીવેદનો આપી શેખી મારતો એક ટ્રસ્ટ સંચાલક આખરે પોલીસની રડારમાં આવી જતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં એક બહુમાન ધરાવતા ટ્રસ્ટના પ્રમુખ એ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કર્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા પોલીસના કામમાં સેવા કરવામાં આવે છે. જો તમે પણ જાડાવા માગો છો ? તો આ ગૃપ તમારા માટે છે તેવો મેસેજ સુરત શહેર-જિલ્લાના મોટાભાગના પોલીસ મથકના નામ સાથે વ્હોટ્સ એપ અને ફેસબુક પર વાયરલ કર્યો હતો. જેને લઈને પોલીસે સતર્કતાથી આ ઈસમને ઓળખી લઇ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને તેનો ચહેરો ખુલ્લો પાડ્યો હતો.
આ ફરિયાદ દાખલ થતા ટ્રસ્ટના સંચાલક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અલગ અલગ મેસેજ વહેતા થયા છે જેમાં આરોપ લગાવાઈ રહ્યો છે કે, આ ઇસમ પોતાને ખુબ વ્યસ્ત બતાવી મોટા માથા સાથે ફોટા પડાવી, ખોટા વટ મારી, પોલીસના મિત્ર બની, ફેસબુક ઉપર ખોટા સિક્કા પાડી, મોટુ નામ બનાવી, ટ્રસ્ટના નામે ફાંકા ફોજદારી કરી મોટી જાહેરાતો કરી લોકોમાં ધોંસ જમાવતો હોય છે.
આ તમામ પાસાઓને જોતા જો કોઈ ફરીયાદ નોંધાવે અને વધુ તપાસ થાય તો બીજા અનેક કાંડ બહાર આવવાની શક્યતાઓ નકારી શકાય નહી. trishul news ના એક વાચક મિત્રે આ અહેવાલો પ્રકાશિત થતા આ ટ્રસ્ટ સંચાલકે મીના નામની એક મહિલા સાથે 15 લાખની છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય અનેક નાના મોટા તોડ આ વ્યક્તિ દ્વારા પોલીસ સાથેની નિકટતાનો લાભ લઈને કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ફોટો પાડી એન્ટ્રી પાડવાના શોખીન આ ઇસમ દ્વારા નર્સરી સ્કુલ ની મંજુરી અપાવવાના નામે 50 થી વધુ લોકો પસેથી 4 લાખ ની ઉઘરાણી કરી હોવાના અહેવાલો પણ મળ્યા છે.
ગુજરાત પોલીસના નવા સીમ્બોલ સાથેના ટીશર્ટ, ડંડા સાથે પોલીસ સાથે સેવાના નામે ઉભા રહીને રોફ જમાવતા આ ટોળકીના ઇસમોને પોતાનો સંચાલક પોલીસ ના નામનો દુરુપયોગ કરતો હતો તે વાતની જાણકારી મળી ત્યારે ચોકી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news