સુરત ACB એ વધુ એક લાંચિયા સરકારી કર્મી ને ઝડપી પાડી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં વધુ એક શિકાર કર્યો છે. સુરત પોલીસ નો એક હેડ કોન્સ્ટેબલ રૂપિયા 50000ની લાંચ લેતા અઠવાલાઇન્સ ચોપાટી નજીક ACB ના હાથે ઝડપાયો છે.
પીસીબી બ્રાન્ચમાં ચેતન સિમ્પી હતો ડેપ્યુટશન પર ચેતન સિમ્પી નામનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરજ પર હતો. જે આજે ACBના છટકામાં લંચ ની રકમ સ્વીકારતો ઝડપાયો. મળતી વિગતો અનુસાર ચેતન નામના હેડ કોન્સ્ટેબલ એ આંકડા અને સટ્ટા ના ધંધાની મંજૂરી અપાવવા રૂ. 50000ની લાંચ માંગી હતી. આ કામના ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોઇ તેમણે ACB ઓ સંપર્ક કર્યો હતો. લાંચ માંગવા માટે ચેતને ફરિયાદીને અવારનવાર બોલાવીને ધમલકાવ્યો હોવાની પણ વાત સામે આવી છે. ચેતન સાથે અન્ય બે ઇસમોની પણ લાંચ લેવા આવતી વખતે ધરપકડ કરાઈ છે. અન્ય ધરપકડ કરાયેલા વ્યક્તિઓના નામ પ્રફુલ ઠાકોર અને પ્રમોદ રાવત હોવાનું બહાર આવ્યું છે.
આ સફળ ટ્રેપ ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન દેસાઈએ મદદનીશ નિયામકશ્રી એન. પી. ગોહિલના સુપરવિઝન હેઠળ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.