સુરત પોલીસની આ સરાહનીય કામગીરીથી મહેકીં ઉઠી માનવતા, સમગ્ર ઘટના જાણીને તમને પણ ગર્વ થશે 

ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત પોલીસે ગુમ થયેલ બાળકને સોશિયલ મીડિયા દ્વારા પરિવાર સાથે મિલન કરાવીને હોવાનો એક સરાહનીય ઘટના સામે આવી રહી છે. સુરત પોલીસે સાચ્ચે માનવતાને છાજે તેમજ પોલીસને સલામ કરવાનું મન થાય એવું કાર્ય કર્યુ છે.

બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન:
રાજકોટમાં રહેતો માત્ર 4 વર્ષીય બાળક પોતાના મામાને ત્યાં સુરતમાં આવેલ અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં રહેવા માટે આવ્યો હતો. આ બાળક રમતા સમયે રસ્તો ભટકી ગયો હતો. સુરત શહેરના છેવાડે આવેલ વસાવરી રેલવે ફાટક પર પહોંચી ગયો હતો. ટ્રાફીક પોલીસની નજર એકલા બાળકને જોઈ એની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ 3 વર્ષના બાળકને તે ક્યાં રહે છે તેના માતા પિતાનું નામ શું છે તે બોલતા આવડતું ન હતું.

પોલીસે સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો વાયરલ:
પોલીસે વિસ્તારમાં બાળકને લઈ પુછપરછ કરતા એના કોઈ વાલી મળ્યા નહી. પોલીસે થોડા દિવસ પહેલા જ વિસ્તારમાં એક 7 વર્ષીય બાળકની હત્યા થઈ હોવાંથી તે બાબત વિચારી ઘટનાની ગંભીરતા લઈ ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવતા કુલ 2 પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા દ્વારા એમણે આ બાળક મળી આવ્યો હોવાંનો વીડિયો વાયરલ કર્યો હતો.

ગુમ બાળકને પોલીસ સ્ટેશનમાં લાવી તેની માતાને સોંપવામાં આવ્યો:
બાળક મળી આવ્યા હોવાંનો વીડિયો સમગ્ર શહેરમાં વાયુ વેગે ફેલાયો હતો. સુરતના બધાં ગ્રૂપમાં આ વીડિયો ફરી રહ્યો હતો ત્યારે ગુમ બાળકની માતા તેમજ મામા અમરોલી પોલીસ મથકે પોહચ્યા હતા. જ્યાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યાં જ બાળકનો ફોટો પોલીસ જવાનને આપતા પોલીસે જે બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો. આ બાળકને એની માતાને સોંપવામાં આવ્યો ત્યારે માતાને પોતાના ગુમ બાળકને સહી સલામત જોતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *