સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી: તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવતીને બચાવી આપ્યું નવજીવન

આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. શહેરમાં સતત આપઘાતની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને તો આર્થિક સંકડામણને લઈ આપઘાતની ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે. જયારે કેટલાંક લોકો ઝેરી દવા પી અથવા તો ગળેફાંસો ખાઈને આપઘાત કરતા હોય છે.

આ દરમિયાન આર્થિક તંગીને લઈ તાપી નદીમાં આપઘાત માટે ભૂસકો મારનાર એક મહિલાને પોલીસ દ્વારા ફક્ત 6 મિનિટમાં બચાવી લેવામાં આવી હતી. પોલીસની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. સુરત સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી પર આવેલ બ્રિજ પરથી પણ કેટલાંક લોકો મોતની છલાંગ લગાવતા હોય છે.

શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીના પરિવારમાં હાલમાં કોઈ નથી. મહિલાના લગ્ન થઈ ગયા છે પણ પતિની સાથે મનમેળ ન હોવાને લીધે પિતાની સાથે રહેતી હતી. જો કે, પિતાનું પણ નિધન થયું છે. જેથી તેણી આર્થિક તંગીમાં જીવન પસાર કરી રહી હતી.

હાલમાં એકલી રહેતી હોવાની સાથે આર્થિક તંગીને લીધે મહિલા ખુબ પરેશાન થઈ ગઈ હતી. આ બાબતે આવેશમાં આવીને ગતરોજ સુરતની તાપી નદી પર આવેલ કેબલ બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગ મારી હતી. આ ઘટનાને નજરે જોનાર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી દેતા ઉમરા પોલીસની PCR ફક્ત 6 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા આ યુવતીને બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા એક જિંદગી બચી ગઈ છે. આ મામલે પોલીસની પ્રશંસા થઈ રહી છે. પોલીસે યુવતીને બચાવવા માટે 3 સ્થાનિક યુવકોની મદદ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *