દેશની સૌથી નાની ઉંમરની મહિલા પાયલટ બની આ દીકરી, નવ વર્ષ પહેલા એવી ઘટના સર્જાઈ હતી કે…

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ની રહેવાસી આયેશા અઝીઝ (Ayesha Aziz) દેશની સૌથી યુવા મહિલા પાઇલટ બની છે, ત્યારબાદ તે કાશ્મીરની સાથે સાથે દેશની છોકરીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આયેશા 25 વર્ષની ઉંમરે પાઇલટ બની ગઈ છે.

15 વર્ષની ઉંમરે જ બનાવ્યો હતો આ રેકોર્ડ…
આયેશા અઝીઝ 2011 માં સૌથી નાની વિદ્યાર્થી પાઇલટ સ્ટુડન્ટ લાઇસન્સ મેળવનાર બની હતી, જ્યારે આયેશા માત્ર 15 વર્ષની હતી. આ પછી, તેણે રશિયાના સોકોલ એરબેઝમાં મિગ-29 ઉડવા માટે તાલીમ લીધી. ત્યારબાદ આયેશાએ એવિએશનના બોમ્બે ફ્લાઇંગ ક્લબમાંથી સ્નાતક થયા અને વર્ષ 2017માં, તેને કમર્શિયલ પાઇલટનું લાઇસન્સ મળ્યું હતું.

આયેશા અઝીઝે જણાવતા કહ્યું છે કે, ‘કાશ્મીરી મહિલાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે અને શિક્ષણ ક્ષેત્રે અપવાદરૂપે સારી કામગીરી બજાવી છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે કાશ્મીરી મહિલાઓ ખાસ કરીને શિક્ષણમાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. કાશ્મીરની દરેક અન્ય મહિલા તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ડોક્ટરેટ કરી રહી છે. કાશ્મીરની ઘણા લોકો ખૂબ સારુ કરી રહ્યા છે.

કેમ પાઇલટ બનવાનું નક્કી કર્યું?
આયશા અઝીઝે તેની કારકિર્દી તરીકે પાયલટ જ કેમ પસંદ કર્યું? આને લઈ તેણે જણાવતા કહ્યું, ‘મેં આ ક્ષેત્ર પસંદ કર્યું કારણ કે મને ખૂબ જ નાનપણથી જ મુસાફરી કરવાનું પસંદ હતું અને ઉડાન મારા માટે ખૂબ જ આકર્ષક હતું. આથી જ હું પાઇલટ બનવા માંગતી હતી. તેમણે વધુમાં કહ્યું, ‘તે થોડું પડકારજનક હતું, કારણ કે તે 9 થી 5 વાગ્યા સુધી નોકરી કરવું જેટલું સામાન્ય નથી. ત્યાં કોઈ ચોક્કસ પેટર્ન નથી અને મારે નવી જગ્યાઓનો સામનો કરવા, વિવિધ પ્રકારના હવામાનનો સામનો કરવા અને નવા લોકોને મળવા માટે તૈયાર રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *