સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર રાખતા વ્યક્તિઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલી છે.
તે અંતર્ગત એસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેશ સિંહ દિલીપસિંહ તથા રાજુભાઈ ભીમાભાઇ ને બાતમી મળી હતી કે લાલ ગેટ ના વરિયાવી બજારના મુલા પ્લાઝા ફેશન સ્ટ્રીટ મોડલ બ્યુટીક નામની કપડાની દુકાનમાં રેડ કરી આરોપી મોસીન ઉર્ફે યુસુફ યાદવને ઝડપી પાડયો હતો.
પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે ફેબ્રુઆરી 2019 માં કોર્ટમાંથી નિર્દોષ છુટેલા ઈમ્તિયાઝ ના સાળા અને અવારનવાર મારવાની ધમકી આપતા વ્યક્તિને ગોળીએ દીધો હતો.
પોલીસે જ્યારે પૂછપરછ કરી કે આ ગન તેની પાસે ક્યાંથી આવી? તેના જવાબમાં આરોપીએ જણાવ્યું હતું કે પાંચેક મહિના પહેલા પરવિન્દ્ર નામના સરદારજી પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કાઢી જ ખરીદી કર્યા હતા. ત્યારબાદ પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી હથિયાર વેચનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en