સુરત પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ: 15 હથિયારો અને 107 બાઈક સાથે કુલ 254 ઈસમોની અટકાયત

સુરત(SURAT): શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ગુનાખોરી તથા અસામાજીક પ્રવુતિના બનાવો સતત સામે આવી રહ્યા. ગુનેગારોમાં પોલીસનો કોઇ ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. બેફામ બની ફરતા ગુનેગારો સામે કડકાઇ મકામ્મતાથી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર અજય તોમરની સુચના તથા અધિક પોલીસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ અવાર-નવાર કોમ્બીંગ તથા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આજ રોજ વહેલી સવારે 5 થી 9 ના સમય દરમ્યાન પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો પાડીને લાઠી-હેલ્મેટ સાથે અમરોલી વિસ્તારમાં કોમ્બીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર માં કોસાડ H -1 અને H-2 માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હિસ્ટ્રીશીટર, લિસ્ટેડ બુટલગર, મોબાઈલ સ્નેચર, નાસ્તા ફરતા આરોપીઓ, સક્રિય ગુનેગાર, ટપોરી ગેંગ ના માણસો તેમજ શરીર સબંધી ગુનામાં પકડાયેલા અલગ અલગ 254 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમરોલી, રાંદેર, અડાજણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ કોમ્બીંગ કરી અન્ય ગુનેગારો વિરુધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર માં સતત વધી રહેલા ગુનાખોરીને દામવા પોલીસ કમિશનર અજય તોમર દ્વારા લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં અવાર – નવાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *