સુરતની જનતા મોંઘવારીથી ત્રાહિમામ, ખેલૈયાઓ તેલના ડબ્બા અને ગેસના બાટલા માથે લઈને ઘૂમ્યા ગરબે- જુઓ વિડીયો

સુરત(Surat): હાલમાં નવરાત્રિ(Navratri 2021)નો પર્વ ખુબ જ જોશ અને ઉત્સાહથી ચાલી રહ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં નવરાત્રિ પર્વની પણ ઠેર ઠેર ભવ્ય ઉજવણી થઇ રહી છે. ત્યારે લોકો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારી(Inflation)ને લઈને જનતા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના પુણા(Puna) વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટી(Satya Narayan Society)માં રહીશોએ પેટ્રોલ, ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અનોખો વિરોધ(Unique protests) નોંધાવ્યો હતો. સાથે જ નાના બાળકોએ પણ ગાળામાં બેનર લટકાવીને અનોખો વિરોધ કર્યો હતો.

એક બાજુ કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને દરેક લોકોના આર્થિક પરિસ્થિતિ ભાંગી પડી છે. ત્યારે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને જેની સીધી જ અસર સામાન્ય જનતા ખિસ્સા પર પડી રહી છે. સાથે હાલમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે વધી રહેલી મોંઘવારીને લઈને સુરતમાં અનોખો વિરોધ સામે આવ્યો છે. પુણા વિસ્તારની સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. બાળકોએ ગળામાં લટકાવેલા બેનરમાં લખ્યું હતું કે, ‘બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર’ જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ બાળકો માથા પર તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતાં. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવતા કહ્યું હતું કે, એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે મોંઘવારી પણ ખુબ જ વધી રહીએ છે અને લોકોના ખિસ્સાઓ ખાલી થઇ રહ્યા છે. 

મોંઘવારીનો માર જનતા પર સવાર થઇ રહ્યો છે. સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે. અમુક શહેરોમાં તો પેટ્રોલના ભાવ 100 ને પાર પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *