સુરત સ્ટેશનનો રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આખરે 6 વર્ષે શરૂ થઇ ગયો છે. જેમાં સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. હવે ત્યાં નવા પ્લેટફોર્મ બનશે. વર્ષ 2016માં જાહેર કરાયા મુજબ 877 કરોડના ખર્ચે નવું વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જાણવા મળ્યું છે કે, આ પ્રોજેક્ટ 48 મહિનામાં પુરો કરી દેવાનો ટાર્ગેટ છે.
સુરત સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે RLDA, SITC, SMC અને GSRTC પણ ભાગ લાશે. BRTSને પણ જોડવામાં આવશે. સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સ્પોટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ જણાવતા કહ્યું, આવનારા દિવસોમાં અત્યારના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશ: ડિમોલીશન કરી બાંધકામ શરૂ કરવામાં આવશે. હવે સુરતથી ઉપડતી ટ્રેનો ઉધનાથી ઉપડશે. આ માટે રેલવે બોર્ડની પાસેથી મંજૂરી માંગી છે.
ખાલી કરાયેલા યાર્ડ ફરતે બેરિકેટ લગાવાયાં, અહિયાં બે પ્લેટફોર્મ બનવાવાશે
સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન ઉપર બનાવાયેલા બે નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનોને ડાયવર્ટ કરવા માટે થશે. હાલ સુરત સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ, સુરત અમરાવતી એક્સપ્રેસ, સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ સહિતની અનેક ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો ઉપડી રહી છે, આ દરેક ટ્રેન ચોથા નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડે છે, પણ હવે આ દરેક ટ્રેનો ને ઉધના ડાયવર્ટ કરીને ત્યાંથી ઉપાડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
વર્લ્ડક્લાસ નવા રેલવે સ્ટેશન પર હશે…
અલગ એન્ટ્રી-એક્ઝિટ સાથે કોન્કોર્સ અને VIP લાઉન્જ, ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હેઠળ બસ સ્ટેશન, 18 મીટરની ઊંચાઈ પર રૂફ પ્લાઝા-કોમર્શિયલ પ્લાઝા, મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ રેલ્વે, બસ, મેટ્રો, BRTS, ખાનગી વાહનો, રસ્તાઓને એકીકૃત કરવામાં આવશે.
વર્લ્ડક્લાસ નવા રેલવે સ્ટેશનના મુખ્ય આકર્ષણો
ઇન્ટરસિટી બસ સ્ટેશન આંતરરાજ્ય બસ સ્ટેશન, વ્યાપારી ટાવર, 4 વધારાના પ્લેટફોર્મ તથા મોલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.