રામાયણ કથાકાર મોરારી બાપુ પર દ્વારકા મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ અંગે રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ પબુભા માણેક મોરારીબાપુ સામે માફી માંગણી કરવામાં આવી છે. સાથે સાધુ સમાજે ચીમકી આપતા જણાવ્યું છે કે, જો પબુભા માફી નહીં માંગે તો આવનાર દિવસોમાં તેની વિરુદ્ધ સાધુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે.
તારીખ 18 જૂનના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય પભુબા માણેક દ્વારા કથાકાર મોરારીબાપુ પર દ્વારકા મંદિરમાં હુમલાના પ્રયાસ કર્યો હતો. જેને લઇ દેશભરનાં સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢતા આજે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજના સાધુ સંતો અને આગેવાનો આજે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા.
સાધુ સમાજે જણાવ્યું હતું કે, કૃષ્ણ વિવાદ અંગે જે આહિર સમાજની લાગણી દુભાવી હતી. તે બાબતે મોરારીબાપુ દ્વારા વ્યાસપીઠ પરથી જ માંફી માંગી હતી. છતાં પણ દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે બીજેપીના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હિંસક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અત્યંત નિંદનીય છે. સાધુ-સંતોએ આગળ જણાવ્યું હતું કે, આ હુમલાનો પ્રયાસ માત્ર મોરારીબાપુ પર જ નહિ, પણ સનાતન પરંપરા ઉપર હુમલો થયો છે. જેથી પબુભા મોરારીબાપુ સામે માફી માંગે. નહિ તો આવનારા દિવસોમાં સાધુ સમાજ દ્વારા તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news