Surat RTO Golden Silver Number Auction: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા LMV (મોટરકાર)નાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 RK, GJ 05 RM- RN- RP- NVRQ- RS- RT-RU- RV નું રિ-ઓક્શન થશે. જે માટે રજિસ્ટ્રેશન તા.૧૩ થી ૧૫ જૂલાઈ સુધી અને હરાજી તા. ૧૫ થી ૧૭ જૂલાઈ દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે.
આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.
આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.
અરજદાર હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube