સુરતની પ્રતિષ્ઠિત શાળાની બસ ડ્રાઈવર દારુ પી ને ચલાવતો હતો- સવાર હતા કેટલાય બાળકો- જુઓ વિડીયો

સુરત કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો. બાદમાં બસના ડ્રાઈવરને ખટોદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કારને અડફેટે લેવા પ્રયાસ કરાયો.

પ્રત્યક્ષદર્શી પ્રદીપ નાનાભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, લગભગ પોણાબાર વાગ્યા આસપાસ તેઓ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કેનાલ રોડ પર સોસિયો સર્કલ પહેલા નહેર પર આવેલી સિવિલ ચાર રસ્તા પરની યુનિક હોસ્પિટલ અગાઉ કારને અડફેટે લેવા સ્કૂલ બસે(જીજે 05 બીઝેડ 4411) પ્રયાસ કર્યો હતો. જેથી બસને ઉભી રખાવીને ડ્રાઈવરને બસમાંથી નીતે ઉતારી વાત કરી રહ્યાં હતાં. ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં. આ ઘટના સમયે સ્કૂલ બસમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ પણ હતા.

બસચાલકે દારૂ પીધો હોવાની વાત મળતા હોબાળો મચી જતાં 100 નંબર પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.બાળકો ગભરાયેલા હતા. સ્કૂલ બસને ઉભી રખાવનાર પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને પુછ્યું ત્યારે વિદ્યાર્થીઓએ પણ કહ્યું હતું કે, આજે સ્કૂલ બસ રફ ચાલતી હતી. અગાઉ પણ એક બે એક્સિડન્ટ થતાં, તેઓની બસ બચી ગઈ હોવાનું બાળકોએ કહેતાં પોલીસને ફોન કર્યો હતો. વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે આ અમારો રેગ્યુલર ડ્રાઈવર નહતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *