11 વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમને સુરતના ન્યાયાધીશએ આપી એવી સજા કે તમે કહેશો બરાબર કર્યું

ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ ઘટના સુરત માં 9 નવેમ્બર 2019 ના રોજ 11 વર્ષ ત્રણ મહિનાની બાળકી ઉપર મોહમ્મદજાવિદ અબ્દુલ રજાક શેખ નામ ના આરોપી દ્વારા બળાત્કાર ગુજરાતમાં આવ્યો હતો. જેને લઈને આજરોજ આરોપીને પોકસો એક્ટ હેઠળ 20 વર્ષની સજાની સાથે સાથે 7 હજારનો દંડ ફટકાર્યો છે.

ઘટના જાણે એમ બની હતી કે, હલો સુરતના ઉમરવાડા સલાબતપુરા નજીક પાનની દુકાન ચલાવનાર મોહમ્મદ ની દુકાને 11 વર્ષ અને ત્રણ મહિનાની દીકરી અવારનવાર દુકાને ખરીદી કરવા માટે જતી હતી. તે દરમિયાન આજુબાજુ કોઈ હાજર ન હોય તે સમયે આરોપી બાળકીને દુકાનમાં અંદર બોલાવીને છાતીના ભાગે હાથ ફેરવી, બાળકીનું ઇજાર ઘૂંટણ સુધી નીચે ઉતારીને ગુપ્તાંગ ના ભાગે અડપલાં કરતો હતો. શારીરિક અડપલા કર્યા બાદ આ વાતની જાણ કોઈને કરશે તો તેના પિતાજી ને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો.

જોકે, થોડા દિવસ બાદ બાળકીને પેટમાં દુઃખાવો થતા માતા-પિતા દ્વારા તેને દવાખાને લઇ જવામાં આવી હતી. જ્યાં સમગ્ર ઘટના અંગે જાણ થતા માતાએ બાળકીને પૂછ્યું હતું. તે સમયે બાળકીએ જણાવ્યું કે, જાવેદ અંકલ મને દુકાનમાં બોલાવીને છાતીના ભાગે હાથ ફેરવી, મારું ઇજાર ઘૂંટણ સુધી નીચે ઉતારીને ગુપ્તાંગ ના ભાગે અડપલાં કરતા હતા.

આ સમગ્ર ઘટના અંગે માતા-પિતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પૂછતાછ દરમ્યાન આરોપીએ આ સમગ્ર ઘટના અંગે કબુલાત પણ કરી હતી. જેને આધારે સલાબતપુરા પોલીસ દ્વારા પોક્સો એક્ટ હેઠળ ૪૮૩/૨૦૧૯, ઇ.પી.કો.કલમ-૩૭૬(એ,બી),૩૫૪(ક)
૫૦૬(૨) તથા ધિ પોરેકશન ઓફ ટીલ્ડ્ન ફોમ સેકસ્શુઅલ ઓફેનસ એકર-૨૦૧૨ ની કલમ-૪,૬,૮ અને ૧૦ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી હતી. જેમાં આજરોજ આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *