શ્રીજી રેસીડેન્સી અમરોલી સુરત માં વસતા તમામ 272 ફ્લેટના સભ્યો એક સંયુક્ત પરિવારની જેમ રહે છે અને ખુશી આનંદથી પોતે બીજાના દુઃખમાં સહયોગી બને છે.
જ્યારે કોઈ પણ રાહત કાર્ય અથવા સમાજ ઉપયોગી કાર્ય હોય ત્યારે સોસાયટીના તમામ સભ્યોએ તન-મન અને ધનથી સહયોગ આપે છે. જેમાં બ્લડ કેમ્પ, નેત્રદાન હોય કે પછી મોટી હોનારતમાં અન્નદાન હોય અહીંના તમામ સભ્યો સોસાયટીના પ્રમુખ શ્રી જયંતીભાઈના વિચારોને માન સન્માન આપી સમગ્ર કાર્યમાં સહયોગી થાય છે.
જ્યારે પ્રથમ lockdown થયું ત્યારે સોસાયટીના યુવક મંડળે આ સમયે નિરાશ થયેલા શ્રમજીવીઓ માટે અન્નક્ષેત્ર ચાલુ કરવાનું નક્કી કર્યું. તો તે સદવિચાર ને તમામ સોસાયટીના પરિવારે વધાવી લીધો અને અન્ન ક્ષેત્ર ચાલુ કરી દીધુ. સોસાયટીના તમામ સભ્યોએ પોતાનો પ્રસંગ જાણી ખૂબ જ ઉત્સાહથી કાર્ય કરતા ભાગીરથી કાર્યમાં ભાગ લેતા સોસાયટીના બધા જ પરિવારો પોતાનું ગર્વ અનુભવે છે. તેમજ શ્રી ભરતભાઈ પિત્રોડા આ ભગીરથ જગ્યાના સક્રિય થઇ જોડાઈ ગયા તદુપરાંત યુવક મંડળના સભ્યો જેના નામનો ઉલ્લેખ કરવા કરતા કામનો ઉલ્લેખ કર્યો તે ઉત્સાહ અને મહેનતુ સભ્યો દરરોજ આ સેવા યજ્ઞમાં 4 કલાકની મહેનત નો અમુલ્ય ફાળો આપે. અને સેવાના કાર્ય ને ધબકતું રાખે છે. જ્યારથી lockdown થયું ત્યારથી 500 વ્યક્તિનું જમવાનું ચાલુ કરી અત્યારે પ્રતિદિન ૧૫૦૦ વ્યક્તિનું જમવાનું બનાવવામાં આવે છે અને જે પ્રતિદિન કમાઈ નહીં શકતા એવા સમયના શિકાર બનેલા વ્યક્તિઓના જીવનમાં નિરાશા દૂર કરીને એક સમયનું સ્વાદિષ્ટ ભોજન પહોંચાડવામાં આવે છે.
અહીં પ્રતિદિનના યજ્ઞમાં ખીચડી દાળ ભાત રોટલી શાક અથવા ખીચડી-કઢી અલગ અલગ મેનુ બનાવાય છે અને જરૂરીયાતમંદ સુધી પહોંચાડાય છે. આ કાર્યમાં સોસાયટીના દાતાશ્રી તેમજ બહારના અન્ય દાતાશ્રીઓ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
સતત 21 દિવસ થી ચાલતું આ નાનકડું પણ સ્નેહ ભર્યું અન્નક્ષેત્રની નોંધ યુએસએમાં વસતા શ્રી હરિકૃષ્ણ લીધી અને રૂ ૧ લાખના દાનની સરવાણી શ્રીજી રેસિડન્સીમાં પહોંચાડી જેથી સોસાયટીના પ્રમુખ જયંતીભાઇ પટેલ નો ઉત્સાહ એટલો વધ્યો ત્યારે તેના મુખમાંથી એક જ શબ્દો નીકળે છે આપણી દરેક વ્યક્તિમાં ભગવાન જોવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news