સુરતનો ‘સંદીપ પટેલ’ 39 વર્ષે સર્જરી કરાવી ‘અલીશા’ બન્યો, જુઓ કેવી રીતે આટલા વર્ષે આવ્યું પરિવર્તન

સુરત(ગુજરાત): 12 વર્ષની ઉંમરમાં સંદીપને અચાનક જ છોકરીઓની તમામ વસ્તુઓ ગમવા લાગી હતી. અચાનક જ તેને ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. તેને અન્ય છોકરાઓની જેમ કાર અને બાઇક નહીં પરંતુ ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો. તેને ત્યારે જ ખબર પડી ગઈ કે, તે છોકરો નથી. કંઇક તો છે તેનામાં જે તેને અન્ય છોકરાઓ કરતાં અલગ કરે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી સંદીપે નક્કી કર્યું કે, તે અંદરથી જે છે, તે સમાજની સામે લાવશે. એક મહત્વપૂર્ણ નિર્ણય 39 વર્ષની ઉંમરમાં સંદીપે લીધો. સંદીપમાંથી અલીશા પટેલ 3 સર્જરી કર્યા બાદ બની હતી. સરકારે તેને પ્રમાણપત્ર આપીને મહિલા તરીકેની માન્યતા આપી છે.

હાલ જ સુરત જિલ્લા કલેકટર દ્વારા અલિશા પટેલને એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેના કારણે હવે તે ટ્રાન્સ વુમન બની ગઈ છે. તેણીના જાતિ પરિવર્તનના ઓપરેશન પછી આ પ્રમાણપત્ર મળ્યું છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ થઇ છે. અલીશા ઓરિએન્ટલ થેરાપીસ્ટ છે અને હાલમાં જ એક મહિલા બનવા માટે લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. નવા નિયમો અનુસાર સરકાર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર મેળવનાર અલીશા પટેલ ટ્રાન્સ વુમન બની છે.

અલિશાના આવેદન પ્રમાણે, મારી ઓળખ હું આત્મવિશ્વાસથી લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું. જે હું અગાઉ કરી શકતી નહોતી. તે અંદરથી એક મહિલા છે એ વાતની ખબર તેણીને 12 વર્ષની ઉંમરથી પડી હતી. શાળામાં છોકરાઓ હાફ પેન્ટ પહેરીને આવતા પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ ગમતી હતી. અલીશા પટેલ 6 બહેનોમાં સૌથી નાની હતી. તેને જણાવ્યું હતું કે, મારી બોડી લેંગ્વેજ, રૂચિ અને વાત કરવાની રીત બતાવતી હતી કે, હું મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ.

3 વર્ષ અગાઉ અલિશાને ઈચ્છા પૂર્ણ થવાની શરૂઆત થવાની સંભાવના જાગી હતી. કાયદો વર્ષ 2019 માં બન્યો હતો કે, લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી શકે છે. જે અંતર્ગત સંદીપે અલીશા બનવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. પછી સર્જરી સહિતના ડોક્યુમેન્ટના આધારે તેણીએ સરકારમાં અરજી કરી હતી. ટ્રાન્સ ગર્લ બનવાની અરજી કર્યા પછી કચેરીથી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.

અલિશાના જણાવ્યા અનુસાર, મારે સ્ત્રી બનવું હતું. મારે મારા પરિવારનો સપોર્ટ પણ હતો. એટલે મેં મનોવૈજ્ઞાનિકની મદદ લીધી હતી. જેથી તેમણે પણ મારા વિચારને મજબુત બનાવ્યો હતો. પછી મેં સરકારના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી અને જરૂરી કાગળો મૂક્યાં હતાં. આ પ્રક્રિયા ખુબ લાંબી છે. પરંતુ તમારી અંદર જો મારા જેવા વિચાર આવતાં હોય તો તમે પણ ખુલીને બહાર કાઢી શકો છો.

અમારી કોમ્યુનિટીને સરકારે માન્યતા આપી દીધી છે ત્યારે હવે સરકારી નોકરી અને ટ્રાન્સ કોમ્યુનિટી પણ બિઝનેસ સહિતની જાહેર જગ્યાએ દેખાતી થાય તે માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે. અલિશાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી કોમ્યુનિટીને કાગળ પર અને કાયદા પર માન્યતા મળી છે. પરંતુ જાહેરમાં કામ કરતી અમારી કોમ્યુનિટી દેખાય તો તેનામાં અને અન્ય અમારા જેવામાં પણ આત્મવિશ્વાસ વધી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *