ઓનલાઇન વેચાણ કરનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો – આવી રીતે થઇ રહી છે લાખોની ઠગાઇ

રાજ્યમાંથી ઘણીવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતો હોય છે,. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરત શહેરમાં આવેલ ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીને OLX પર કુલ 95,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ વેચવા મુકવાનું ભારે પડ્યું હતું.

જાહેરાત જોઈને ચીટર અમીતકુમારે મોબાઈલ ખરીદવાને બહાને ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દુકાન નજીક બોલાવ્યા પછી મોબાઈલની ખરીદી કરી એનું પેમેન્ટ બેન્ક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનો બોગસ ટ્રાન્જેકશનનો સક્સેસફુલનો સ્ક્રીનશોટ વ્હોટસઅપ પર મોકલી આપીને પેમેન્ટ નહી આપી ઠગાઈ કરવામાં આવી હતી. કુલ 4 મહિના પહેલાના બનાવ વિશે વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે અમીતકુમાર આ રીતના કેસમાં પહેલાં પણ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો હોવાનું સામે આવી રહ્યું છે.

બેંકનો બોગસ ટ્રાન્સફરનો સ્ક્રિનશોટ બતાવ્યો :
મહિધરપુરા વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાંથી મળતી જાણકારી પ્રમાણે ઘોડદોડ રોડ કોટક હાઉસની સામે પૂજા ઍપાર્ટમેન્ટમાં રહેતા તથા અભ્યાસ કરતા માત્ર 20 વર્ષીય દિગંત યજ્ઞેશ વ્યાસે 4 જૂને OLX એપ્લિકેશન પર ઓનલાઈન મોબાઈલ વેચવા માટે મુક્યો હતો.

કુલ 95,000ની કિંમતનો ઍપલ કંપનીનો મોબાઈલ વેચવા માટે મુક્યો હતો. આ જાહેરાત જોઈ અમીકુમાર ભરત હિરપરા છે. જેમનું રહેઠાણ મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક પાસે સૌરાષ્ટ્ ટાઉનશીપ છે. મોબાઈલ ખરીદવાની વાત કરી ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દુકાન પાસે બોલાવ્યો હતો.

ફોન બંધ કરીને છેતરપિંડી કરી :
અમીતકુમારે મોબાઈલની ખરીદી કરી તેનુ પેમેન્ટ બેન્ક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેકશનથી ટ્રાન્સફર કર્યા હોવાનું કહીને રૂપિયા પૈસા કર્યા હોવાનો બોગસ ટ્રાન્જેકશન સકસેકફુલનો સ્ક્રિનશોટ વ્હોટસઅપ પર મોકલી આપ્યો હતો. જો, કે દિગત વ્યાસના બેન્ક ઍકાઉન્ટમાં કોઈ રૂપિયા જમા થયા ન હતા.

જેને લીધે દિગંત પૈસા માંગણી કરતા ખાતામાં રૂપિયા આવી જશે એમ કહી વારંવાર ભરોસો આપ્યો હતો. ઘણીવાર ખોટા વાયદાઓ કરી રૂપિયા ન ચુકવી ફોન બંધ કરીને ઠગાઈ કરી હતી. દિગંતની ફરિયાદને આધારે પોલીસે અમીતકુમારNI વિરુદ્ધ  ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અહી ઉલ્લેખનીય છે કે, અમીતકુમારની આ રીતના છેતરપિંડીના કેસમાં પહેલા પણ પકડાઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *