‘તારી સાથે મજા માણવા સબંધ રાખ્યા હતા’ કહી સુરતના ગૌરવ પાટીલે પત્નીને તરછોડી બીજા લગ્ન કરી લીધા

ગુજરાતમાંથી અવારનવાર પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના હેલ્થ સેન્ટરમા નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેને છોડી બીજી છોકરી સાથે લગ્ન કર્યા હતા. પરિણીતાએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની ધડપકડ કરી હતો. પ્રેમીના કહેવાથી પરિણીતાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા તેમજ તેના માસુમ પુત્રને પણ તેના પતિને સોપ્યો હતો.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું હતું કે, સુરતના પનાસ વિસ્તારમાં રહેતી અને પાલિકાના હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી 26 વર્ષના પરિણીતા ઘરથી કંટાળીને પતિથી અલગ રહેતી હતી. 2019માં પરિણીતાનો મહારાષ્ટ્રમાં ગૌરવ અનીલ પાટીલ સાથે સંપર્ક થયો હતો. ગૌરવે પરિણીતાને કહ્યું હતું કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે હું તારી સાથે લગ્ન કરવા માગું છું. બાદમાં પરિણીતાએ પતિ સાથે છૂટાછેડાની ન પાડતા ગૌરવે કહ્યું કે, તું તારા પતિ સાથે છૂટાછેડા નહી લે તો આપણા બંનેના લગ્ન નહી થઇ.

ત્યારબાદ ગૌરવએ પરિણીતાએ કહ્યું હતું કે, પતિ સાથે છૂટાછેડા લઈ લે અને તારો છોકરો પણ તારા પતિને સોંપી દે.  પછી આપડે બંને લગ્ન કરીને મારા ઘરે જઈશું તો મારા પરિવારજનો તને સ્વીકારી લેશે. પરિણીતાને મળવા માટે અવાર નવાર સુરત આવતો હતો તે વખતે અલગ અલગ ઓયો હોટલમાં પરિણીતાને મળવા માટે બોલાવ તો હતો. પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધતો હતો.

ગૌરવના કહેવાથી પરિણીતાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને છોકરો પણ પતિને સોંપી દીધો હતો. સપ્ટેમ્બર 2020માં પરિણીતા ગૌ૨વને મળવા માટે તેના ગામ ગઈ હતી. ત્યારે ગૌરવે પરિણીતાને તેના ગામથી 25 કિલો મીટર દુર લઈ ગયો હતો.

ત્યારે તેને કહ્યું હતું કે, તારી સાથે હું લગ્ન કરવાનો નથી, મેં તો તારી સાથે શારિરીક સંબંધ બાંધવા માટે સંબંધ રાખ્યો હતો. તું અહીથી ચાલી જા. મને તારાથી પણ સારી છોકરી મળી ગઈ છે એટલે મારે તારી સાથે લગ્ન કરવા નથી. અને મને તે તારાથી પણ વધારે ગમે છે. હું તેની સાથે લગ્ન કરવાનો છું.

સુરત આવ્યા બાદ પરિણીતાએ ફોન કર્યો ત્યારે તેને ફોન લાગ્યો ન હતો. તેને જાણ થઇ હતી કે તેને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. ગૌરવ પાટીલે  પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર મરજી વિરુધ્ધ શારિરીક સંબંધો બાંધી બીજી છોકરી મળી જતા લગ્ન કરવાની ના પાડી તેને છોડી દીધી હતી. ત્યારે પરિણીતાએ ગૌરવ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાની સાથે જ ગૌરવની તપાસ શરુ કરી હતી. પોલીસે ગૌરવ પાટીલ થોડાક જ સમયમાં ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *