સુરત(ગુજરાત): ઇન્સ્ટાગ્રામ પર પરિણીતાનું ફેક આઇડી બનાવી અશ્લીલ ફોટા અપલોડ કરનારો વડોદરાનો જૂનો પ્રેમી નીકળ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપીની ધડપકડ કરી હતી.
સુરતમાં સાઇબર ક્રાઇમને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વડોદરાની યુવતી સાથે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી યુવાનના લગ્ન થયા હતા. જોકે લગ્નજીવન સારું ચાલતું હતું. લગ્ન એક મહિના બાદ કોઈક વ્યક્તિએ પરણિતાના નામનું ઇંસ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી હતી. એટલું જ નહીં પ્રોફાઇલમાં પતિ પત્નીનાં ફોટા પણ મૂકતો હતો.
જોકે આ વાતની જાણ દંપતીને થતા પરણિતાના ચારિત્ર્ય પર ઘણા સવાલ ઉભા થઇ રહ્યા હતા. આરોપી મેસેજ કરીને પરિણીતાને હેરાન કરતો હતો સાથે સાથે પરિણીતા અને તેના પતિના ફોટા વારંવાર અપલોડ કરતો હતો. આ કૃત્ય દંપતીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું.
છેવટે આ દંપતી આ વ્યક્તિથી કંટાળીને સાઇબર ક્રાઇમને જાણ કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે, પોલીસ એપ સર્વેલન્સ ટેકનિકલ મદદ લઈને આ ગુનાના આરોપી જય અશોકભાઈ બડગુજરને પકડી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસે યુવકની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના અમરોલી ખાતે મહિલાના લગ્ન થયા હતા. યુવતીએ સુરતના યુવક સાથે લગ્ન કરી લીધા હતા જેને લઈને તે નાસીપાસ થઈ ગયો હતો અને પ્રેમિકાને બદનામ કરવા માટે આ કૃત્ય કરતો હોવાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.