સુરતના ડુમસ પાસેથી એક હૃદયદ્રાવક ઘટના જોવા મળી છે. ડુમસથી પરત ફરી રહેલા સુરત ઉધનાના કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેથી બંનેને ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન બંનેના મોત થયાં હતાં. ઉલેખનીય છે કે, 21 દિવસ પહેલા જ તેમની સગાઈ થઈ હતી. આ સમાચાર સાંભળતા જ બંન્ને પરિવારમાં શોક છવાઈ ગયો છે. પરિવારે જેમના લગ્નની તૈયારીઓ કરવાની હતી તે સમયે તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડે છે.
મૂળ મહારાષ્ટના નંદુરબારના આમલાડગામે રહેતા 25 વર્ષીય પંકજ મહેન્દ્ર સાળી તેમની 25 વર્ષીય ફિયાન્સી ભાવના દિલીપ સાતપુત્રેની 21 દિવસ પહેલા સગાઈ થઇ હતી. જેથી તેઓ સુરતના ઉધના ખાતે સંબંધીના ઘરે આવ્યા હતા. જ્યાંથી તેઓ ડુમસ ફરવા ગયા હતા. પંકજ સાથે તેનો ભાઈ અક્ષય અને અન્ય બે મિત્રો પણ ગયા હતા.
બપોરે 3 વાગ્યે દુમાડથી પરત ફરતા સમયે એસ.કે નગર ચોકડી પાસે ટીઆરબી જવાન હોવાથી ચાલકે ઓએનજીસી બ્રિજ તરફ બાઇક લઇ લીધી હતી. બ્રિજના છેડા પાસેથી યુ-ટર્ન મારી પાછો બ્રિજની નીચેથી સુરત જવા માટે નીકળ્યો હતો. એટલામાં ચોકડી પાસે ઓવરટેક કરવામાં ટ્રકના પાછલા વ્હીલમાં ફિયાન્સ અને ફિયાન્સી આવી ગયા હતા. બંને પરથી ટ્રકનું વ્હીલ ચાલી ગયું હતું. જેને લઇને આ કપલને ગંભીર ઇજા છે.
તેમની સાથે રહેલા તેમના મિત્ર તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન આ બંનેનું મોત થયું હતું. જોકે આ ઘટનાને કારણે યુવક અને યુવતીના પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. જોકે બીજું બાજુ મરનારનાં ભાઈએ પોલીસ પર આક્ષેપ કાર્યો હતો કે, એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ 108ને આવવામાં મોડુ થયું હતું. ચોકડી પર તૈનાત પોલીસની ગાડી હતી, જેમને મેં સારવાર માટે લઈ જવા મદદ માગી હતી છતાં પોલીસે મદદ કરી ન હતી.
વધારેમાં એવુ કહ્યું કે, એમ્બ્યુલન્સ આવે છે. છેવટે 10થી 15 મિનિટ પછી પ્રાઇવેટ કારમાં સારવાર માટે લઇ જવામાં મોડું થતા આ બંનેનું મોત થયું હતું. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ અકસ્માત કેવી રીતે થયો છે તે નજીકના સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.