સુરતની યુવતીને મુંબઈનાં યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યાં, 15 દિવસમાં જ…

સુરત શહેરની એક યુવતીને મુંબઈના યુવક સાથે પરિવારની જાણ વગર લગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના 15 દિવસમાં જ યુવક આ યુવતીને દહેજ માટે હેરાન કરતો હતો.આ ઉપરાંત પતિ તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જ્યારે યુવતીની સાસુ તેણીને એવી ધમકી આપતી હતી કે, મારો હાથ જાતે કાપીને, માથું ફોડીને તારૂ નામ પોલીસમાં આપીને તને જેલ ભેગી કરી દઇશ. તારા બાપના ઘરે ગુંડા મોકલાવીને તેના હાથપગ તોડાવી નાખીશ. ત્યારબાદ યુવતી માતાપિતાના ઘરે પરત આવી ગઈ હતી અને પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

સુરતના સૈયદપુરાની વાવશેરીમાં રહેતી શ્રધ્ધા અતુલ શાહે પરિવારને કહ્યા વગર મે,2019માં મુંબઈ ખાતે રહેતા વરૂણ સંદીપ જૂનજૂનવાલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ શ્રધ્ધા માતાપિતા સાથે અને વરૂણ પોતાના ઘરે રહેતો હતો. જોકે, શ્રધ્ધાનું મેરેજ સર્ટિફિકેટ જોઇ જતા તેના પરિવારે શરૂઆતમાં લગ્નનો વિરોધ કર્યા હતો. પુત્રી પરિવારની વાત માનવા માટે તૈયાર ન હોવાથી આખરે પરિવારે પુત્રીની ખુશી માટે લગ્નનો સ્વીકાર કર્યો હતો.

પરિવારની વિરુદ્ધ યુવતીએ લગ્ન તો કરી લીધા પરંતુ તેના તમામ સપના માત્ર 15 દિવસમાં તૂટી ગયા હતા. સંસાર શરૂ કર્યાંના 15 દિવસમાં જ તેને જાણ થઇ ગઈ હતી કે, તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે. શ્રદ્ધાનો પતિ દારૂનો નશો કરીને ઘરે આવતો હતો અને તેની પત્નીને માર મારતો હતો. એટલું જ નહીં, શ્રધ્ધાને વર્જિન ઇન્ફેક્શનની સમસ્યા હોવા છતાં તે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. કરિયાવરમાં દાગીના સહિતની વસ્તુઓ આપી હોવા છતાં સાસુ હેમાબેન અને નણંદ જુલી ધીરલ સંઘવી એમ કહીને મ્હેંણા ટોંણા મારતા હતા કે, ‘તારા બાપે ખાલી હાથે જૂના કપડે મોકલી આપી છે.’

ત્યારબાદ યુવતી થોડા જ દિવસોમાં પોતાના માતાપિતાના ઘરે પરત ફરી હતી. જેના થોડા દિવસ બાદ યુવતીનો પતિ અને સાસુ સુરત આવ્યા અને માફી માંગી તેથી શ્રદ્ધા તેમની સાથે મુંબઈ પરત ફરી ગઈ હતી. જોકે, થોડા જ દિવસમાં સાસરિયાઓ તરફથી ફરીથી યુવતીને હેરાન કરવાનું શરૂ કરાયું હતું. યુવતીના સાસુ તેની પુત્રવધૂને એવું કહેતા હતા કે, ‘તારે આ ઘરમાં રહેવું હોય તો ભાડું ચૂકવવું પડશે.’ એટલું જ નહીં, સાસુ એવી ધમકી આપાત હતા કે,’હું મારો હાથ જાતે કટ કરી અને માથું ફોડીને તારૂં નામ પોલીસમાં આપીને તને જેલ ભેગી કરી દઇશ.’ તારા બાપના ઘરે ગુંડા મોકલાવીને બધાના હાથપગ તોડાવી નાખીશ.’

બીજી તરફ પતિના અત્યાચાર પણ ચાલુ જ રહ્યા હતા. પતિએ શ્રદ્ધાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, બાઇક પર બેસાડીને શ્રદ્ધાને ફૂટપાથ પર ધક્કો મારીને ફેંકી દીધી હતી. આ દરમિયાન શ્રદ્ધાને મળવા આવેલા તેના માતાપિતા પાસે પતિએ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ શ્રદ્ધા ફરીવાર તેના પિયરમાં આવી ગઈ હતી. આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *