માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં મોબાઇલમાં વીડિયો બનાવતા બનાવતા 11 વર્ષની બાળકીને ફાંસો લાગી જતા થયું મોત 

સુરત શહેરમાં મોબાઇલમાં વીડિયો બનાવવા માટે એક 11 વર્ષની નેપાળી બાળકીને ફાંસો લાગી ગઈ હતી. તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. બાળકીના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.  મહિધરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં સુરતના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારના જાદાખાડીમાં આવેલી સપના બિલ્ડિગમાં કામ કરતા હીરાભાઈ વોચમેનનું કામ કરે છે. હીરાભાઈને 3 દીકરીએ અને એક દીકરો છે. પહેલી બે દીકરી વતનમાં રહે છે ત્યાર સુરતમાં નાની દીકરી નીકિતા અને પુત્ર નિખિલ તેમની સાથે રહેતા હતા. જેમાં 11 વર્ષની દીકરી નીકિતાને મોબાઈલમાં વીડિયો બનવાનો શોખ હતો.

એક દિવસ માતા પોતાના કામ પરથી જમવા આવી હતી ત્યારે દીકરીને પોતાના ભાઈને સાચવા ઘરે રહેવા કહ્યું હતું. મોડી સાંજે આવતા દીકરી નિકિતા મુત હાલતમાં મળી આવી હતી. માતાએ બુમાબુમ કરતા પાડોશી તેના ઘરે દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકીને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન દીકરીની માતાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ નિકિતાનું બીજા ધોરણમાં એડમિશન કરાવ્યું હતું અને તેને વીડિયો બનાવવાનો શોખ હતો. તે જ્યારે ઘરમાં હોય ત્યારે તે અવારનવાર વીડિયો બનાવતી હતી. મહિધરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમના મોબાઇલની પણ તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *