સુરત(ગુજરાત): સરથાણા વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ પ્રેમ સંબંધ પર પૂર્ણ કર્યા પછી પણ યુવકે તેને પરેશાન કરવા માટે હાથ પર બ્લેડ મારીને તેનો ફોટા યુવતીને whatsapp કરીને ઇમોશનલ બ્લેકમેઈલ કરતો હતો. ગઈકાલે જાહેર રસ્તા પર યૂવકે તમાસો કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ અંગે શિક્ષિકાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને પ્રેમી યુવકની ધરપકડ કરી હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આની સાથે જ હાલમાં તે પર્વત પાટિયામાં આવેલી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. 3 વર્ષ પહેલા અમરેલી વતનમાં લગ્નમાં ગઈ હતી. ત્યાં લગ્ન પ્રસંગમાં દુરના સંબંધીના પુત્ર અશોક રાઠોડ સાથે મુલાકાત થઈ હતી. બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી હતી. ત્યારે બંને વચ્ચે નિયમિત ફોન પર વાત થતી હતી. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ યુવાન સુરતમાં વારંવાર માસીના ઘરે આવતો હતો ત્યારે આ પ્રેમિકાને મળતો હતો.
જયારે પ્રેમિકાને આ યુવકના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધો વિશેની જાણકારી મળતા ડિસેમ્બર 2020માં પ્રેમ સંબંધ પર પૂર્ણ થઇ ગયો હતો અને એના નંબરને પણ બ્લોક કરી નાખ્યો હતો. તેમ છતાં યુવક અનેક પ્રકારે યુવતીને હેરાન કરતો હતો. આ યુવતી મંગળવારે બપોરના સમયે સ્કૂલે જવા ઘરેથી નીકળી હતી. ત્યારે નજીકના પાનના ગલ્લા ઉપર આ યુવાન બાઈક લઈને ઉભો હતો. ત્યારે તેણે યુવતીને લગ્ન કરવાની વાત કરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતુ.
યુવતીએ તરત જ પોતાના પરિવારને બોલાવી લીધો હતો. પરિવારે ત્યાં પહોંચતા જ પોલીસને ફોન કરીને બોલાવી હતી. સરથાણા પોલીસ મથકમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો. યુવતીએ યુવક સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા હોવા છતાં આ યુવાન હેરાન પરેશાન કરવાની સાથે બ્લેકમેલ પણ કરતો હતો. જેને કારણે આ યુવતીએ આ પ્રેમી યુવકને પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી. અને તેની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.