ગુજરાતના શિક્ષણજગતમાં હાહાકાર: સરકારી શાળાના આચાર્યની અંગતપળો સોશીયલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠા જીલ્લામાં વાયરલ થઇ રહેલ તસવીરના કારણે શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે. થરાદની એક શાળાના આચાર્યની મહિલા સાથે માણેલી અંગત પળોની તસ્વીરો સોશિયલ મીડિયામાં…

બનાસકાંઠા જીલ્લામાં વાયરલ થઇ રહેલ તસવીરના કારણે શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે. થરાદની એક શાળાના આચાર્યની મહિલા સાથે માણેલી અંગત પળોની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો છે અને આચાર્ય સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસ્વીરો અલગ અલગ જગ્યાની છે અને સેલ્ફી દ્વારા આ તસ્વીર લેવામાં આવી છે. હાલમાં મહિલા અને આચાર્ય વચ્ચે શું સબંધો છે તેમના અંગેની હાલમાં કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઇ નથી. ત્યારે જાહેર જીવનમાં શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિની આ પ્રકારની તસ્વીર વાયરલ થતા શિક્ષણજગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરમાં દેખાતો વ્યક્તિ થરાદના એક ગામની શાળાના આચાર્ય છે. મળતી માહિતી અનુસાર, શાળાના આચાર્યની તસ્વીર ખુબ જ ઝડપથી વાયરલ થઇ જતા તેમની સામે શિક્ષણ વિભાગે તપાસના નિર્દેશ આપી દીધા છે. આચાર્ય સાથે તસ્વીરમાં જોવા મળી રહેલી મહિલા તેમની પ્રેમિકા હોવાની આશંકા જણાઈ રહી છે. પરંતુ હાલમાં આ વાતની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

આજે વહેલી સવારમાં થરાદના એક ગામની શાળાના આચાર્યના એક યુવતી સાથેના ફોટો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા એવું લાગે છે કે આ તમામ ફોટો આચાર્યએ સેલ્ફીમાં લીધેલા હોવાનું જોવા મળી રહ્યું છે. મહિલા સાથેના અલગ અલગ જગ્યાના ફોટો અંગત રીતે બેડરૂમમાં લેવામાં આવ્યા છે જેને લઈને ગ્રામજનો પણ ભારે રોષમાં ભરાયા છે.

આ પ્રકારની દુલર્ભ તસ્વીર વાયરલ થયા હોવાની જાણ થતા જ તાલુકા કેળવણી નિરીક્ષકે આ મામલા અંગે જીલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને વાયરલ થયેલા આ ફોટો અંગે હાલમાં આચાર્ય સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની તસ્વીરોને કારણે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવે તેના પર સૌ લોકોની નજર છે. જોકે, વાયરલ તસવીરોમાં દેખાઈ રહેલા આચાર્ય પરિણીત હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *