સુરતના અડાજણના વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવકનું કરંટથી મોત થયું છે. આ યુવકનું ઝાંપાબજારમાં આદર્શ ચા સેન્ટરના નામે રેસ્ટોરન્ટ પર ચલાવતો હતો. આ યુવકનું નામ કેયુર પટેલ છે. ગુરૂવારે યુવક પોતાના મિત્રોને મળવા માટે ગયા હતા. તે દરમિયાન તેમનો હાથ ઈલેક્ટ્રિક થાંભલા સાથે અડી જતા કરંટ લાગ્યો હતો. સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતું. પરંતુ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતથી મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
અડાજણ પોલીસના કહ્યા પ્રમાણે, સ્થાનિક વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર શશીકાંત પટેલ આદર્શ ચા સેન્ટર નામે ઝાંપા બજારમાં દુકાન ચલાવી રહ્યા હતા. આદર્શ ચા ના ટેસ્ટને લીધે કેયુરભાઈ શહેરમાં ચા રસિયાઓમાં ઘણા ફેમસ હતા.
દુકાનના માલિક કેયુરભાઈ ગુરુવારે સાંજે દુકાનેથી ઘરે પરત ફર્યા હતા અને રાત્રે મિત્રોને મળવા માટે અડાજણના ગંગેશ્વર મહાદેવ નજીકના ઘંટાવાલા પાન સેન્ટર પર ગયા હતા. જયાં ઇલેકટ્રીક થાંભલાને કેયુરનો અચાનક હાથ અડી જતાં ભેજ વાળા વાતાવરણને લીધે વીજ કરંટ લાગ્યો હતો. જેને પગલે તે રસ્તા ઉપર બેભાન થઇને પડી ગયા હતા.
આ ઘટના અંગે પિતરાઇ ભાઇ કમલને જાણ થતાં તેઓએ કેયુરને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. સારવાર મળે તે પહેલા જ કેયુરભાઈનું મોત થયું હતું. કેયુરભાઈને બે સંતાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.