રાજ્યમાં અવાર-નવાર TRB જવાન ચર્ચામાં આવતા રહે છે. ત્યારે આજે ફરી વધુ એક વખત સુરતમાં (Surat) ટીઆરબી (TRB) જવાનનો વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને (couple) જાહેરમાં રોડ ઉપર જ તમાચો મારી દીધો હતો. જે બાદ શિક્ષક દંપતીએ આ અંગે ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાને પણ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, વાડિયા વિમેન્સ સીટીઝન સ્કૂલના મહિલા શિક્ષક ગર્ભવતી હોવાને કારણે પતિ તેમને શાળામાં મૂકવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ ખાતે રહેતા હેમાલીબેન પટેલ અઠવાલાઇન્સ ખાતે આવેલી સિટીઝન ટોટ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગઈકાલના રોજ હેમાલીબહેનને શાળાએ મુકવા જવા માટે તેમના પતિ જીગ્નેશભાઇ મોપેડ લઈને ઘરેથી નીકળ્યા હતા. આઠવાલાઇન્સ ખાતે આવેલી ચોપટી પાસેના સિગ્નલ ઊપર જીગ્નેશભાઇનું મોપેડ થોડું આગળ જતું રહ્યું હતું.
‘ઉલટા ચોર કોતવાલ કો દાટે’ એ રીતે ટીઆરબી જવાને દંપતી ઉપર કેસ કર્યો હતો. જોકે, ચોક ઉપર સિગ્નલ રેડ થઇ જતા આ દંપતી ઉભા રહી ગયા હતા ત્યારે ત્યાં ટ્રાફિક નિયમન કરતો ટીઆરબી જવાન આ દંપતી પાસે ઝડપથી આવ્યો હતો. તેણે દંપતીને ધમકાવતા કહ્યું હતું કે, સિગનલ બંધ થઇ ગયું તે દેખાતું નથી કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો.
આ ટીઆરબી જવાનને ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગિરી સોપવામાં આપી હોવા છતાંય પોતાની ફરજ છોડી આ દંપતી પાસે જઇને માથાકૂટ કરવા લાગ્યો હતો. જોતજોતામાં આ માથાકૂટે ઉગ્ર અસ્વરૂપ લઇ લેતા ટીઆરબી જવાન બિપિન ચરેલ દ્વારા દંપતીમાં પતિને એક લાફો મારી દીધો હતો. જેને કારણે દંપતી તાતકાલિક પોલીસ મથકે પોંહચીને આ ટીઆરબી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ જવાને પણ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle