સુરતમાં સતત દુષ્કર્મની ફરિયાદો સામે આવે છે. તેમાં પણ સગીર બાળકીઓ સાથે સૌથી વધુ આવી ઘટનાઓ બને છે. સુરતના શ્રમિક વિસ્તારમાં આવી ઘટનાઓ વધારે બનતી રહે છે. હવે વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનામાં શહેરના લીંબાયત વિસ્તારમાં ઘરકામ કરવા બાબતે પરિવારે ઠપકો આપતા ધોરણ-8માં અભ્યાસ કિશોરી ઘરેથી ભાગી ગઈ હતી.
આ દરમિયાન પાડોશી યુવાન લગ્નની લાલચ આપીને નજીકના કારખાના લઈ ગયો હતો. અહીં પાડોશી યુવાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેને તરછોડી દીધી હતી. કિશોરીએ ઘરે આવીને તેની સાથે બનેલી ઘટના વિશે વાત કરતા પરિવારના સભ્યોએ યુવતીને સાથે રાખીને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
જાણવા મળ્યું છે કે, સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા શાહપુર ખાતે રહેતા પરિવારમાં પિતા રિક્ષા ચલાવે છે અને માતા સ્ટોન લગાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની ધોરણ-8માં અભ્યાસ કરતી કિશોરીને ઘરકામ નહીં કરવા માટે માતાએ ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતા કિશોરી કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી નીકળી હતી. આ દરમિયાન પડોશમાં રહેતા યુવાન આ મામલે પૂછતાં કિશોરીએ હકીકત જણાવી હતી.
મળતી માહિતી મુજબ, આ યુવાન કિશોરીને તેની સાથે નિકાહ કરવાનું કહીને નજીકમાં આવેલા એક કારખાના ધાબા પર લઈ ગયો હતો. અહીં તે કિશોરી સાથે અડપલાં કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બળાત્કાર બાદ કિશોરીને ધાક-ઘમકી આપીને જવા દીધી હતી. પોતાની સાથે બનેલી આ ઘટના બાદ કિશોરી ડરી ગઈ હતી.
બીજી તરફ મોડી રાત સુધી કિશોરી ઘરે પરત ન ફરતા પરિવારે પણ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કિશોરી મોડી રાત્રે મળી આવી હતી. દીકરીને હાલત જોઈને પરિવારને તેની સાથે કંઈક બન્યાની શંકા પડી હતી. આ અંગે કિશોરીને પૂછતા તેણે પોતાની સાથે બનેલી ઘટના અંગે જણાવ્યું હતું.
આ સાંભળીને જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે પરિવારે કિશોરીને સાથે રાખીને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો અને આઈપીસીની બળાત્કારની કલમ લગાવી ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.