સુરત અડાજણ વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરી ને અંજામ આપનાર આરોપી ને સુરત ક્રાઇમબ્રાન્ચ એ બાતમી ના આધારે 10 લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો..
સુરત કેટલાક દિવસો અગાઉ અડાજણ વિસ્તારમાં આવેલા દક્ષ એપાર્ટમેન્ટમાં રાત્રી દરમિયાન ઘુસેલા ચોરોએ ગેસ ની પાઇપ લાઇન ઉપર ચઢી ફ્લેટમાં ઘુસી સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમ મળી 15 લાખ ના મુદ્દા માલ પર હાથ સાફ કર્યો હતો. અને ફરાર થઈ ગયો હતો ત્યારે સુરત અડાજણ પોલીસ અને સુરત ક્રાઇમબ્રાન્ચ ની ટિમ આરોપી ને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે આજ રોજ સુરત ક્રાઇમબ્રાન્ચ ને મોટી સફળતા મળી હતી અને સુરતના નાનપુરા વિસ્તારમાંથી આરોપી ગોકુલ ભીમ્પોરિયા ને બાતમી ના આધારે ઝડપી પાડ્યો આરોપી અગાઉ 10 જેટલા ગુના ને અંજામ આપી ચુક્યો છે. હાલ તો આરોપી પાસેથી 10 લાખ જેટલા નો મુદ્દા માલ કબજે કરાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. અને તે ખાસ દિવસ દરમિયાન રેકી કરી મકાન ને ટાર્ગેટ બનાવી કરતો હતો. પકડાયેલા ચોરે અત્યાર સુધી તેણે અનેક ચોરી ને અંજામ આપી ચુક્યો છે. તો અગાઉ પણ અનેક એપાર્ટમેન્ટ માં ચુચોરી કરી છે. આરોપી ચોરી ની ઘટના ને અંજામ આપ્યા બાદ સોનુ અને દાગીના જમીન માં દાટી દેતો હતો. એટલું જ નહીં તે ઘટના ને એકલોજ અંજામ આપતો કેમ કે ચોરી ના મુદ્દા માલ માં કોઈ ને ભાગ આપવો પડે નહિ. સાથે જ તેની આ ચોરીના અંજામ માં કોઈ ફૂટીને પોલીસ સુધી પહોંચેે નહિ. તેની ખાસ તકેદારી રાખી એકલો જ ચોરી ની ઘટના ને આપતો હતો. હાલ તો આ રીઢા આરોપીની વધુ તપાસ કરી રહી છે.