રાજ્યમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના ઉઘના વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ઉધના પટેલ નગર નજીકની શ્રી સિદ્ધિવિનાયક મોબાઇલ શોપમાંથી લગભગ મોબાઈલ, એસેસરિઝ અને રોકડની ચોરી થઈ છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, અંદાજે 80 હજાર જેટલાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. તસ્કરો રાત્રિના સમયે મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરીને અંદર પ્રવેશે છે. ત્રણ તસ્કરો ચહેરા પર માસ્ક બાંધીને થેલો લઈને અંદર આવે છે અને મોબાઈલ સહિતની વસ્તુઓ પર હાથફેરો કરીને નાસી જાય છે. સમગ્ર ઘટના અંગે દુકાન માલિકે ઉધના પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે આજ રોજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રણ યુવાન તસ્કરોએ કોઈ ધારદાર હથિયારથી મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. એક પછી એક અંદર પ્રવેશેલા ત્રણેય તસ્કરોએ ચોરી કરી હતી. ગણતરીના સમયમાં ચોરી કરીને તસ્કરો જતાં રહ્યાં હતાં. જાણભેદુ તસ્કરો હોય તે રીતે તેમણે ચોરી કરી હતી.
અજય કૈલાસ માલીએ જણાવ્યું કે, રાત્રિના સમયે મોબાઈલ, બ્લૂટૂથ અને રોકડાની ચોરી થઈ છે. હજુ હિસાબ નથી કર્યો પરંતુ 80 હજારથી વધુની ચોરી થઈ છે. ડોક્યુમેન્ટની પણ ચોરી થઈ છે. શટર ઊંચુ કરીને તસ્કરોએ ચોરી કરી છે. આ અંગે સવારે જાણ થતાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle