સુરતમાં વધુ બે કુટણખાના ઝડપાયા, કોન્ડોમ સાથે દેહવેપારીઓ સહીત રૂપલલનાઓથી પોલીસ સ્ટેશન છલકાયું

સુરતમાં શોપિંગ સેન્ટરોમાં સ્પાની આડમાં ચાલતા ફૂટણખાનાઓ પકડવાનો સિલસિલો યથાવત છે. સરથાણા, વેસુ, વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં છાશવારે શોપિંગ સેન્ટરોમાંથી કુટણખાના પકડાઈ રહ્યા છે. વિદેશી છોકરીઓને બેસાડીને દેહવ્યાપાર કરી અને કરાવી રહેલા ઈસમો વિરુદ્ધ સુરત પોલીસ લાલ આંખ કરી રહી છે, આ જ સિલસિલામાં ગઈકાલે સુરત ઉમર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાએ સ્પાનીઆડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી છે. જયારે રૂપલલના, વેપારીઓ, સ્પા સંચાલકોને પણ પકડ્યા છે.

ઉમરા પોલીસે કરેલી રેડમાં સ્પા ના સંચાલક મયંકા લલીતભાઇ ઘેલાણીએ દુકાન ભાડેથી રાખી તેમા સ્પા ના નામે દેહવેપારનો વેપાર ધંધો કરી-કરાવી બહારથી લલનાઓને બોલાવી સ્પાસ તથા મસાજ માટે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડી, કુટણખાનું ચલાવી, મહિલાઓ પાસે દેહવેપારનો ધંધો કરાવી પોતાના આર્થીક ફાયદા માટે દેહવેપરનો ધંધો કરાવી કમિશન મેળવી ગુન્હો કરેલ હોઇ મારી આરોપી અભય અજુન સુરળકર ઉ.વ.૨૦ રહે:- રાયનસ્કુલની સામે આવેલ ચાલમા મગદ્લ્લાગામ સુરત શહેર મુળવતન ગામ-ભીમનગર બસ સ્ટેશન પાસે મલ્કાપુર તા.મલ્કાપુર થાના-મલ્કાપુર જિ.બુલધાણા મહારાષ્ટ્ર તથા વોંટેડ મયંકા લલીતભાઈ ઘેલાણીનાઓ વિરૂદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શમન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ મળી આવેલ ૦૪ મહિલાઓને જેઓ વિદેશી હોય તેઓને મુકત કરાવેલ છે. આગળની તપાસ પો.સ.ઇ પી.જી.ડાવરા કરી રહ્યા છે.

મેનેજર અભયની પુછપરછ કરતા જણાવેલ કે સ્પા ની દુકાનમાં મસાજ કરાવવા માટે બહારથી ગ્રાહકો બોલાવી અગર તો આવતા ગ્રાહકો પાસેથી મસાજ ફો પેટેના રૂ,.૧,૦૦૦/- લેખે લઇ તેમજ શરીર સુખ માણવા માટેના રૂ.૧૦૦૦/- એમ ૨૦૦૦/- રૂપિયા લઇ ગ્રાહકને શરીર સુખ માણવા માટે છોકરીઓ પુરી પાડી છોકરીઓને એક ગ્રાહક દિઠ રૂ.૫૦૦/- આપે છે. જેથી ઉપરોક્ત મળી આવેલ રોકડા રૂપીયા ૨૦,૦૦૦/૦૦ તથા કોન્ડોમ નંગ.૦૨ કિ.રૂ.૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪૦,૦૦૦/-નો મુદ્દામાલ આપ સાહેબે ગુન્હાના કામે પંચો રૂબરૂ કબ્જે કરેલ અને સ્પા ના સંચાલક મયંકા લલીતભાઈ ઘેલાણી નાઓ સ્થળ ઉપર હાજર ન મળી આવતા વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

જયારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલી રેઈડમાં ઉમરા વેસુ વી.આઇ.પી.રોડ, પાસે આવેલ સન આર્કેટ નામના શોપીંગ સેન્ટરનાચોથા માળે હોલ નં.૩ ના ““કોકુન થાઇ ” નામની દુકાનમા સ્પાના માલિક નિકુંજએ દુકાન ભાડેથી રાખી તેમા સ્પા ના નામે દેહવેપારનો વેપાર ધંધો કરી-કરાવી બહારથી લલનાઓને બોલાવી મસાજ માટે આવતા ગ્રાહકોને શરીરસુખ માણવા માટે સવલતો પુરી પાડી, કુટણખાનું ચલાવી, મહિલાઓ પાસે દેહવેપારનો ધંધો કરાવી, પોતાના આર્થીક ફાયદા માટે દેહવેપરનો ધંધો કરાવી કમિશન મેળવતા હતા.

આ સપામાં નોકરી કરતા શિષ્ટઠીધર અજુન મહાતો રહે. સન આર્કટ એ, વી. ફિટનેશ જીમ મા વેસુ સુરત શહેર, રાજન ખનીજા સુરૈદ્ર પાલ રહે. રઘુવિર રો-હાઉસ અશોક પાન સેં ટર પાસે સીટીલાઇટ ઉમરા સુરત શહેર, જયારે વોંટેડ સંચાલક મલીક, સ્પાના માલિક નિકુંજભાઇની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં- ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શોન એકટ ૧૯પ૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. અને મળી આવેલ ૦૩ મહિલાઓને મુકત કરાવેલ છે.

આ મહિલાઓએ જણાવેલ કે, તેઓના મેનેજર મલીક ગ્રાહકો પાસેથી મસાજ ફો પેટેના રૂ.૧,૦૦૦/- લેખે લઇ તેમજ શરીર સુખ માણવા માટેના રૂ.૧૦૦૦/- એમ ૨૦૦૦/- રૂપિયા લઇ, ગ્રાહકોને શરીરસુખ માણવા માટે અમારી પાસે વારાફરતી મોકલી આપે છે.અને અમો મહિલાઓ ગ્રાહકોને શરીર સુખ આપ્યા બાદ મેનેજર અમોને વ્યક્તિદિઠ રૂ.૫૦૦/- આપે છે.જેથી ઉપરોક્ત મળી આવેલ રોકડા રૂપીયા ૨૦૦૦/૦૦ તથા કોન્ડોમ નંગ.૦૪ કિ.રૂ.૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૨ કિં.રૂ ૯૧,૦૦૦/-હજાર મળી કુલ્લે કિ.રૂ. ૯૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *