21મી સદીમાં દીકરા-દીકરીઓ એક સમાન હોવાના ઘણા નારા લાગે છે પરંતુ તેનો અમલ ન થતો હોવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં વરાછામાં એક બિલ્ડરે પુત્ર ન આપનારી મહિલાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ન્યાય માટે તંત્રની મદદ લીધી હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે સાસરીના ઘરમાં પ્રવેશ માટે સામાજિક સંગઠનોની મદદથી ધરણા પર ઉતરી છે. પતિ અને સસરાના ઘર સામે બેનર લઈને અને બન્ને દીકરીઓને લઈને પહોંચેલી મહિલાએ આક્ષેપ સાથે કહ્યું કે, બે દીકરીઓ સાથે ઠોકરો ખાવા અમે મજબૂર છીએ. છેલ્લા દોઢ વર્ષથી ઘર બહાર રખડતું જીવન જીવીએ છીએ. જેથી સાસરિયાના ઘર બહાર ધરણા પર બેસી ન્યાયની અપીલ કરી રહી છું. કોર્ટના દ્વાર પણ ખખડાવ્યાં છે.
13 વર્ષના લગ્નજીવનમાં 3 દીકરીઓ છે
સોનલબેન વિપુલભાઈ સવાણી (પીડિત મહિલા)એ જણાવ્યું હતું કે, તેમના લગ્નને 13 વર્ષ થઈ ગયા છે. ત્રણ દીકરીઓના માતા-પિતા છે. તેમના પતિ કન્ટ્રક્શનના વ્યવસાયમાં છે. તેઓ લગ્ન બાદ વડોદરા રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરીઓ થઈ પરંતુ પુત્ર પ્રાપ્તિ ન થતી હોવાને કારણે 29-6-2019 ના રોજ રાત્રે 10:30 વાગે તેમના પતિ તેમને વરાછા બહેનના ઘર નજીક રસ્તા પર છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ હું થોડા દિવસ બહેનને ત્યાં અને ત્યારબાદ 6 મહિના પિયર પિતાને ત્યાં રહી હતી. હાલ એક દીકરી પતિના ઘરે છે જ્યારે બે સાથે ધરણા પર બેઠી છું.
પતિએ લોનનો હપ્તો પણ ન ભર્યો
પતિને વારંવાર વિનંતી બાદ પણ તેઓ સ્વિકારવાની ના પાડતા હોવાનું કહેતા પીડિતાએ ઉમેર્યું કે, આખરે તેઓ વડોદરા દીકરીઓ સાથે જતા રહ્યાં હતા. જ્યાં તેમને ઘરમાં પ્રવેશ પણ કરવા ન દેવાયો હતો. જોકે પોલીસ રક્ષણ માગતા મને ઘરમાં પ્રવેશ મળ્યો હતો. જેને લઈ થોડા સમય બાદ મારા પતિ,સાસુ મારી નાની દીકરીને લઈ સુરત તેમના જૂના મકાને રહેવા આવી ગયા હતાં. વડોદરાનું મકાન બેંકના હપ્તા પર હતું. હપ્તા ભરવાનું મારા પતિએ બંધ કરી દેતા બેંક દ્વારા દરવાજે નોટિસ પણ લગાવી દેવામાં આવી છે.
ન્યાય માટે ધરણા
છેલ્લા 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ ઠોકરો ખાઈ રહ્યાનું કહેતા પીડિતાએ ઉમેર્યું કે,હું મારી દીકરીઓનું ગુજરાન ચાલવું છું અને માતા-પિતા બન્નેનો પ્રેમ આપું છું. આખરે કંટાળીને મેં આ પગલું ભર્યું છે. 8 જાન્યુઆરી 2021ના રોજ મને મારા સાસરે વરાછા સ્વેત રાજહંસ સ્થિત રહેવા આવી હતી. પણ મારા સસરાએ દરવાજો ન ખોલ્યો અને ભારે હોબાળો કરી કોર્ટમાંથી મનાઈ હુકમ લઈ આવ્યા હતાં.જેથી મેં ગાંધી ચિધન્યા માર્ગે આંદોલન કરી ન્યાય મેળવવા ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle