સુરતમાં બ્રિજ પર ટ્રાફિકમાં જીવના જોખમે યુવકે કર્યા સ્કેટિંગ -જુઓ દિલધડક સ્ટંટનો વિડીયો

Video of stunt in Surat: સુરતમાં નાની વયના લોકો તેમજ યુવકોના અવાર નવાર જોખમી સ્ટંટના વિડીયો વાઇરલ થતા હોઈ છે. અને આવા લોકો પોતાના કારણે બીજાનો પણ જીવ જોખમમાં મુકતા હોઈ છે ત્યારે આજે ફરી એકવાર સુરતના સહારા દરવાજા બ્રિજ પર એક યુવક સ્કેટિંગના શૂઝ પહેરી ટ્રાફિકમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો આ સાથે જ તેનો હાથ મોપેડ ચાલકે પકડ્યો હતો અને આ યુવક પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ વાઇરલ વીડિયો અંગે ટ્રાફિક વિભાગના એસીપીએ જણાવ્યું હતું કે, જે વીડિયો વાઇરલ થયો છે તે સહારા દરવાજા વિસ્તારનો હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. જે પ્રકારે સ્કેટિંગ કરતો યુવક નજરે પડી રહ્યો છે તેમાં અન્ય વાહનચાલક તેને મદદરૂપ થઈ રહ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અન્ય લોકોના જીવને જોખમ ઊભું કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે.(Video of stunt in Surat) અમારા આ વિસ્તારના ટ્રાફિક ઇન્સ્પેક્ટરોને આ બાબતની સૂચના આપી દેવામાં આવી છે અને આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જેમ વીડિયોમાં દેખાય રહ્યું છે તેમ બ્રિજ પર વાહનોની અવર જ્વર વચ્ચે આ યુવકોને પોતાની તેમજ અન્યની કોઈ પડી ના હોઈ તે રીતે સ્કેટિંગ શૂઝ પહેરી બ્રિજ પર સ્કેટિંગ કરતા હોઈ તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. બાઈકચાલક પણ તેને જાણે સ્ટંટ કરવામાં પ્રોત્સાહન આપતો હોય તે પ્રકારનું દૃશ્ય જોવા મળે છે.

જો બાઈકચાલક પોતાનો હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટંટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહનચાલક સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઉભું થઈ શકે તેમ હતું. આ વિડીયો પાછળથી આવતા વાહન ચાલકે ઉતારી વાઇરલ કર્યો છે અને જો આ વચ્ચે કોઈ અકસ્માત સર્જાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી પગલા લે તે જરૂરી છે.

અગાઉ પોલીસ દ્વારા આવા સ્ટંટબાજો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે પણ જાણે પોલીસનો ભય હોય તેમ આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે.અને આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે. જોખમી સ્ટંટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાક લોકો જીવ ગુમાવતા હોય છે. તેમ છતાં પણ આવા જોખમી સ્ટંટ કરવાનું લોકો બંધ કરતા નથી. હવે આ વાઇરલ વિડીયો બાદ પ્રશાશન શું પગલાં ભરશે તે હવે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *