સુરત/ અંધશ્રદ્ધાની આડમાં દુષ્કર્મ- રૂપિયાનો વરસાદ થશે તેવી લાલચ આપી તાંત્રિકે મહિલાની આબરૂ લુંટી

Surat Tantric: સુરતમાં મહિલાને રૂપિયાનો વરસાદ થવાની લોભામણી વાતો કરી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હોવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ…

Surat Tantric: સુરતમાં મહિલાને રૂપિયાનો વરસાદ થવાની લોભામણી વાતો કરી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હોવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવી લોભામણી વાતો કરી તાંત્રિકે( Surat Tantric ) મહિલાને લલચાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારે આ મામલે પાંડેસરા પોલીસે દુષ્કર્મ આચરનાર બોગસ તાંત્રિકને પકડી પાડ્યો છે.

અંધશ્રદ્ધાની આડમાં દુષ્કર્મ
ડિંડોલીમાં રહેતી એક મહિલા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી. મહિલા આ વાત તેની પાડોશમાં રહેતી મહિલાને જણાવી હતી. ત્યાર બાદ પડોશી મહિલા તેને એક તાંત્રિક અહેમદનૂર પઠાણ પાસે લઈ ગઈ હતી. આ તાંત્રિકે વિધિ કરવાથી લક્ષ્મીજી ઘરમાં પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવા દાવા કર્યા હતા. આ દરમિયાન એક અઠવાડિયા પહેલાં તાંત્રિક અહેમદનૂર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો. આ સમયે તાંત્રિક વિધિના નામ પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ભાન મહિલાને થતાં તેને પરિવારજનોને વાત કરી હતી.

પરિવારજનોની મદદથી મહિલાએ તારીખ 29/12/2023 ના રોજ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ આપતા ડીંડોલી પોલીસે ઈ.પી.કો કલમ 376, 406 મુજબ ફરિયાદ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક અહેમદનૂર અલ્લાનૂર પઠાણ (ઉં.વ.56, રહે- ઘર નંબર 52 ગોવિંદનગર લિંબાયત સુરત)ને ડીટેઇન કરી પૂછપરછ હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે સુરતમાં આ અગાઉ પણ બોગસ તાંત્રિકના ચક્કરમાં પડી કેટલીક મહિલાઓ લુંટાઈ છે. એટલું જ નહિ તાંત્રિકની વાતોમાં આવી કેટલાક પરિવારોએ પણ સામૂહિક આપઘાત કરી લીધો છે. ઉલ્લેખનીય છે થોડા મહિના આગાઉ પરિવારના 7 લોકોના સામૂહિક આપઘાત મામલે શહેરમાં ચર્ચા ઉઠી હતી. ત્યારે પણ સોલંકી પરિવારનો મુખ્ય સભ્ય મૃતક મનીષ સોલંકીનો અઘોરી બાવાના આશીર્વાદ લેતો વીડિયો વાઈરલ થતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે વિડીયો સામે આવ્યા બાદ મૃતક મનીષ સોલંકી તાંત્રિકની માયાજાળમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અઘોરી બાવા સાથેનો વીડિયો સામે આવતા પોલીસે આ દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *