હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા માસ્ક ફેરવું જેવા ઘણા નિયમો બહાર પાડ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ભાજપ સરકારના ધારાસભ્યો અને કાર્યકર્તાઓને ઠેર-ઠેર લોકોને એકઠા કરીને કાર્યક્રમો કરવાની સરકારે છૂટ આપી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, કોરોનાની મહામારી વચ્ચે એક તરફ સરકાર લોકોને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં એકઠા થવા નથી દેતી. આ ઉપરાંત રસ્તા પર જે લોકો માસ્ક નથી પહેરતાં તેમની પાસેથી દંડની વસૂલાત કરે છે.
સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકો પાસેથી તંત્ર મોટી રકમનો દંડ વસૂલાત કરે છે પરંતુ ભાજપના કાર્યક્રમ હોય કે, ભાજપની રેલી હોય કે, પછી ભાજપના નેતાને પણ મોટું પદ મળતાં તેનો અભિવાદન કાર્યક્રમ હોય. આ બધા જ કાર્યક્રમોમાં લોકોને એકઠા કરવાની છૂટ મળે છે. આ તમામ કાર્યક્રમમાં કોરોનાનાં તમામ નિયમોનો ભંગ થાય છે પરંતુ ભાજપના એક પણ નેતા કે કાર્યકર્તા પર કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
હાલમાં સુરતમાં ભાજપના એક ધારાસભ્ય લોકોની વચ્ચે જઈને સભાઓ કરતા દેખાયા હતા અને એક ધારાસભ્ય માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા જ એક કિસ્સો સામે આવ્યો હતો કે, પોલીસ ગ્રાઉન્ડની બાજુમાં એક મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકોને પોલીસે દંડ ફટકાર્યો હતો અને ધારાસભ્યને જાણે નિયમ લાગુ ન પડતો હોય તેમ તેઓ માસ્ક વગર રસ્તા પર ક્રિકેટ રમતા દેખાયા હતા અને ધારાસભ્યના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી જે ધારાસભ્ય ક્રિકેટ રમતા દેખાયા હતા. તે જ્યારે સ્થાનિક વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા તે સમયે સોસાયટીમાં કેટલાક બાળકો ક્રિકેટ રમતાં દેખાયા હતા. ત્યારે ધારાસભ્ય કોરોનાની મહામારીને ધ્યાનમાં લીધા વગર જ મોઢા પર માસ્ક પહેર્યા વગર બાળકોનું બેટ લઇને તેઓ બાળકોની સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે જે અધિકારીઓ હાજર હતા તેમણે મોઢા પર માસ્ક પહેર્યા હતા પરંતુ, ધારાસભ્ય પોતે નિયમનું પાલન કરવાનું ભૂલી ગયા હતા.
તો બીજા ધારાસભ્યની વાત કરવામાં આવે તો સુરતના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ કોરોનાની મહામારી વચ્ચે સોસાયટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને તેમને મિટિંગમાં બદલી નાખી હતી. કોરોના ન રહ્યો હોય તેમ ધારાસભ્ય વિનુ મોરડિયા સામાજિક અંતરનું પાલન ભૂલી ગયા હતા. ધારાસભ્ય પોતે માસ્ક વગર જોવા મળ્યા હતા અને તેમણે લોકોને સામાજિક અંતરનું પાલન કર્યા વગર મિટીંગમાં બેસાડ્યા હતા અને લોકોને સંબોધ્યા પણ હતા. મહત્ત્વની વાત છે કે, ધારાસભ્ય વિનુ મોરડીયાની સભામાં દસ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પણ દેખાયા હતા ત્યારે ધારાસભ્ય જો આ પ્રકારે સોસાયટીઓમાં જઈને નિયમોનો ભંગ કરશે તો લોકો કઈ રીતે નિયમોનું પાલન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle