સુરત સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં વધુ એક મૃતક વૃદ્ધાના શરીર પરથી દાગીના ચોરાયા હોવાની ફરિયાદ સામે આવી છે. જાણવા મળ્યું છે કે, માતાની અંતિમ વિધિ પૂરી કરી ફરિયાદ કરવા આવેલા પુત્રને સિક્યુરિટીના ઓફિસરે ઉધ્ધાઈપૂર્વકનો જવાબ આપ્યો હતો. ફરિયાદીએ આક્ષેપ સાથે કહ્યું કે, સિક્યુરિટીના જવાને, મારે દર્દીનું ધ્યાન રાખવું કે દાગીનાનું એમ કહીને અરજી લેવાની ના પાડતા ખટોદરા પોલીસમાં ન્યાય માટે અરજી કરી છે.
હાલ જયારે સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે હૉસ્પિટલો સતત દર્દીથી ઉભરાઈ રહી છે. ત્યારે નવી સિવિલમાં આવેલ કોવીડ હૉસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. નવી સિવિલના પ્રાંગણમાં આવેલી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન હીરા બેન ગોયાણીને કોરોનાનું સંક્રમણ થતા પરિવાર દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા. હીરા બહેનનું સારવર દરમિયાન મુત્યુ થયું હતું.
આ દરમિયાન હીરા બેહેને કાનમાં સોનાની બુટ્ટી પહેરી હતી. જાણવા મળ્યું છે કે, મૃતકના પરિવારે દાગીના ગુમ થવાનો આક્ષેપ લગાવ્યો છે. જોકે, હોસ્પિટલ તરફથી કોઈ જવાબ નહિ મળતા મહિલાના પરિવાર દ્વારા આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, અમે હેલ્પ ડેસ્કથી લઈ તમામ જગ્યાએ પૂછપરછ કરી, 5મા માળે 77 નંબરના બેડ પર દાખલ માતાની દેખરેખ રાખતા નર્સિંગ સ્ટાફને પણ પૂછ્યું પણ કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. ત્યારબાદ સિક્યુરિટી ઇન્ચાર્જ ગાંધીને મળ્યા તો એમને અરજી લઈ બે દિવસ પછી આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી જતાં અમને ત્યાંથી જતાં રહેવાનું કહ્યું અને અરજી લેવાની ના પડી હતી.
જાણવા મળ્યું છે કે, હીરા બહેનના મુત્યુ બાદ પરિવારે તેમની કાનની બુટ્ટી ગાયબ હોવાની જાણકારી હોસ્પિટલને પણ આપી હતી. પરંતુ હોસ્પિટલ તરફથી કોઈ જવાબ નહિ મળતા આખરે પરિવારે ગઈકાલે આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ખટોદરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
આ હોસ્પિટલમાં ચોરીની આ પહેલી ઘટના નથી. છેલ્લા એક વર્ષમાં કોવિડ હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવી ચુકી છે. ઉપરાંત તેમાં પણ મૃતકોના દાગીના ચોરીને લઈને ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ત્યારે આના પહેલા પણ અનેકવાર આવી ઘટના બનતા પરિવારે હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ આ મામલે ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે.
આ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાંથી આવા અનેક વિવાદો સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કેટલીકવાર તો વ્યક્તિ જીવીત હોવાં છતાં મૃત્યુ પામેલા બતાવામાં આવ્યા છે. તો કેટલીકવાર મૃત્યુ થઇ ગયા બાદ પરિવારને જાણકારી નહિ આપવા મામલે અથવા તો કેટલીક વાર દર્દી ગુમ થવાની સાથે દર્દીનાં રૂપિયા અને દાગીના ચોરી થવાની સતત ફરિયાદ બાદ હવે હોસ્પિટલ સત્તાધીશ આ મામલે ક્યાં પ્રકારના એક્શન લે છે તે જોવાનું રહ્યુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.