14th International Kudo Tournament at VNSGU: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 14મી ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ ગઈ કાલે પૂર્ણ થઇ. જેના વિશે કુડો એસોસીએશનના પ્રમુખ મેહુલ વોરા અને સેક્રેટરી વિસ્પી ખરાદીના જણાવ્યા મુજબ, આ ટૂર્નામેન્ટમાં આખા દેશમાંથી કુલ 4000 ખિલાડીઓએ કુડો ચેમ્પિયનશિપની 232 કેટીગરીમાં ભાગ લીધો હતો.
22 નવેમ્બર થી 29 નવેમ્બર સુધી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 14મી કુડો નેશનલ ટુર્નામેન્ટ(14th International Kudo Tournament at VNSGU) અને 15મી અક્ષય કુમાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના 38 રાજ્યોમાંથી 4000 જેટલા રમતવિરોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. તને આ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને ઇનામ આપવા માટે તેમજ ટુર્નામેન્ટની ક્લોઝિંગ શેરે મનીમાં 28 નવેમ્બર ના રોજ બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહેશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે.
વર્ષ 2011માં બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર દ્વારા રાઉડી રાઠોડ ફિલ્મમાં કામ કરતા પહેલા કુડોની ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ કુડો માર્શલ આર્ટમાં દેશમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું. અક્ષય કુમારની પ્રતિભત્તાના કારણે ભારતમાં 19 ઓક્ટોબર 2011ના રોજ કુડોની સત્તાવાર રજૂઆત થઈ હતી અને હાલ ભારત સરકાર તરફથી કુડોને રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે. જેથી આ ટુર્નામેન્ટના વિજેતાઓ કેન્દ્ર સરકારના હોદ્દા પર નોકરીના આરક્ષણ માટે હકદાર છે અને ખેલો ઇન્ડિયા ગેમ્સમાં પણ પુડો એક આગવી વિશેષતા બનાવવાના આરે છે.
આ ટૂર્નામેન્ટમાં સુરતનાં 70 થી વધુ ખિલાડીઓ એ ભાગ લીધો હતો અને એમાં જબરજસ્ત પર્ફોમન્સ આપતા સુરતના ખિલાડીઓએ 46 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા સાથે સાથે કેટલાક ખેલાડીઓએ સિલવર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 15મી અક્ષય કુમાર ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube