ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરત શહેર માં રહેતા યુવક ને લેણદારો તરફ ની મળતું ઉઘરાણી નું પ્રેશર અને પરિવાર નું ટેન્શન થી યુવક ત્રાસી જવાથી અંતે તે યુવકે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું. તે આશાસ્પદ યુવકે કોરોનાની લીધે થી ધધામાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું હતું અને દેવું ન ચૂકવવાની સ્થિતિ ન રહેતા આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. તેને એક સુસાઇડ પણ લખી હતી.
મળેલી સુસાઇડ નોટમાં યુવકે લખેલું છે કે, પૈસાની ઉઘરાણી અને લેણદારના પ્રેશર માં માનસિક ત્રાસ થી ગુજારનાર ઈસમોના નામ લખ્યા છે. આ સાથે લખ્યું છે કે, ‘મારે, મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી.’ જોકે યુવાન ના આપઘાત મામલે સમગ્ર વિસ્તારમાં સાથે પરિવારમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. યુવકે લખેલી ચાર પાનાની સુસાઇડ નોટ પોલીસ કબ્જે કરી છે જેમાં હ્રદય દ્રાવક સંવાદો સામે આવ્યા છે. યુવકે લખ્યું છે કે ઈચ્છા તો હજુ પણ જીવવાની છે પરંતુ મારી પાસે કોઈ ઓપ્શન નથી. જીવનમાં પૈસાથી મોટું કઈ નથી આજે સમજાયું. ત્રણ મહિનાથી હેરાન થાવ છું, મારી પાસે પૈસા નથી પણ કોઈએ એમ ન કહ્યું કે હું છુંને પૈસા નથી તો શું થયું?
આ કોરોનાની લીધે થી કેટલાક લોકોનો વેપાર બંધ થઇ ગયાં છે તો કેટલાક લોકો વેપારમાં મોટા પ્રમાણના નુકશાન જતા આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરના શહેર ના વધુ એક યુવાને અપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. વેપારમાં નુકસાન જતા નહી પરંતુ નુકસાનને લઈને દેવું થઈ ગયું હતું અને લેણદારના માનસિક ત્રાસને લઈને આ યવકે આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરત શહેર ના પાલનપુર પાટિયા ની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવક અલ્પેશ પટેલે ઓનલાઇન ડ્રેસ માર્કેટિંગનું કામ કરતો હતો. વેપાર કરવા માટે તેણે કેટલાક લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. અને ઉપર થી તેને આ ધંધામાં મોટું નુકસાન થતા તે રૂપિયા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. બીજીતરફ જેમની પાસેથી રૂપિયા લીધા હતા તેઓ રૂપિયા પરત લેવા માટે તેને માનસિક ત્રાસ આપતા સતત ઉઘરાણીને લઈને દેવું થઇ જતા હેરાન કરતા હતા
તે અલ્પેશ પટેલ ને લેણદારો જે જે રીતે ત્રાસ આપતા હતા તેને લઈને હેરાન થયેલા યુવાને આખરે આત્મહત્યા કરવાનું વિચારીને આજે બપોરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાત પહેલાં એક સુસાઈડ નોટમાં યુવાને વસંતભાઈ વાસુ, વિકાસ, ફેનીલ તેમજ અન્ય લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જેઓ તેની પાસેથી સતત રૂપિયાની ઉઘરાણી કરવા માટે દબાણ કરતા હતા. મારી નાખવાની સતતને સતત ધમકી આપતા હતા. તેની સોસાયટીમાં આવીને તારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દઈશું એવી ખોટી રીતે બ્લેકમેલ કરતા હતા.
અલ્પેશ પટેલે ની સુસાઇડ નોટમાં ઉઘરાણી કરનારાઓ તેને ક્યાં કયા પ્રકારની ધમકી આપતા હતા તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જોકે આપઘાતની ઘટનાની જણકારી મળતા પરિવારજનો પણ આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણકારી આપી હતી. જોકે પોલીસે આ યુવાનના મૃતદેહ નજીકથી સુસાઈડ ની નોટ પણ કબજે કરી હતી. અલ્પેશ પટેલ પોતાના પરિવારની અને પત્નીની માફી માંગી હતી અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની ગાડી અને વાઈફના નામના ચેક ઉઘરાણી કરનારાઓને આપ્યા છે. જે તેમણે જબરજસ્તીથી લખાવી લીધાં છે.
લેણદારો વિશે આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મને વસંતભાઈ, વિક્કી, વિરકાકસ, વાસુ તેમજ કૈલાસ ભાઈનું એટલું પ્રેશર છે કે એના કારણે આ પગલું ભરું છું, એ લોકો એવું કહે છે કે મરી જાવ તો અમે એમ માનીશું કે અમે કમાયા જ નથી પરંતુ જીવો છો અત્યારે જ પૈસા આપો નહીંતર તમારા ઘરની બહાર બેસીને આખી સોસાયટીમાં તમારી વાટ લગાવીશું. પૈસાથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ આજે સમજાયું છે.
મારે જીવવું છે પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી. વાસુ અને વિકાસ મને કહે છે કે તને મારી નાખીશ, એ લોકોના હાથથી મરવા નથી માગતો એટલે હુ જાતે જ મરી જાવ છું. મારે જીવવું છે પણ મને ખબર છે કે મને કોઈ જીવવા દેવાનું નથી. 3 મહિનાથી હેરાન થાવ છું પણ કોઈએ ખભે હાથ મૂકીને એવું નથી કીધું કે ચિંતા ન કર અમે છીએને. અલ્પેશે તેની પત્નીને સંબોધીને લખ્યું કે ટીના મને માફ કરજે હું તને કઈ નથી આપી શક્યો, તને જે જોઈએ એ શાંતિ કોઈ દિવસ નથી આપી શકી. હંમેશા બધાની નજરમાં તું ખોટી પડે છે પણ મને લાગે છે એ મારા કારણે છે.
મમ્મી પ્પપા ટીના હંમેશા સાચી હોય છે, હું ખોટો હોવ છું, ટીનાએ તમારા છોકરાને સુધારવા માટે એની લાઇફ બરબાદ કરી નાખી. આ બધાથી કંટાળી ગયો છું અને જાતે જ આજે હું મરી જાવ છું. Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે, ક્યાં મરીશ, કેવી રીતે મરીશ એ નથી ખબર પણ મરી જઈશ. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની ગાડી અને વાઈફના નામના ચેક ઉઘરાણી કરનારાઓને આપ્યા છે. જે તેમણે જબરજસ્તીથી લખાવી લીધાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.