સુમુલ ડેરીના વહીવટદારો બન્યા મસ્તરામ- અમુલ કરતા મોંઘુ વેચી રહ્યા છે દૂધ, કોંગ્રેસે કર્યો વિરોધ

ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલ સુમુલ ડેરીના સંચાલકો દ્વારા અમુલ ગોલ્ડ દૂધના એક લિટરે કુલ 2 રૂપિયાનો ભાવ વધારો લઇ સુરતના ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આરોપની સાથે યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આની સાથે જ આવેદનપત્ર આપીને દૂધના ભાવમાં પારદર્શિતા લાવવા માટેની માંગણી કરવામાં આવી છે. યૂથ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારતા કહેવામાં આવ્યું હતું કે, જલ્દીથી દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવશે નહી તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ખોટી રીતે કુલ 2 રૂપિયા વધારે લેવામાં આવે છે :
યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમુલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. જેનો પ્રતિ લિટર દૂધનો ભાવ કુલ 56 રૂપિયા છે. જયારે એ જ દૂધ સુમુલ ડેરી દ્વારા બનાવીને વેચવામાં આવે છે ત્યારે પ્રતિ લિટર કુલ 58 રૂપિયાનાં ભાવે વેચાણ કરવામાં આવેે જે ખરેખર ખૂબ જ ખોટું તેમજ નિંદનીય કૃત્ય છે. અમુલ ડેરી દ્વારા બનાવવામાં આવતી અમુલ ગોલ્ડ દૂધની પ્રોડક્ટની કિંમત કુલ 56 રૂપિયા હોય તથા સુમુલ ડેરી દ્વારા એ જ અમુલ ગોલ્ડ દૂધ કુલ 58 રૂપિયા વેચીને ખોટી રીતે કુલ 2 રૂપિયાનો વધારો લેવામાં આવે છે.

છેતરપિંડી કરીને નફો રળવામાં આવે છે :
સુમુલ ડેરી દ્વારા ગ્રાહકોની સાથે છેતરપીંડી રોજનો કુલ 13 લાખ રૂપિયા તેમજ વર્ષે કુલ 47.45 કરોડ રૂપિયાનો વાર્ષિક નફો રળવામાં આવી રહ્યો છે પણ એની વિરુદ્ધ સુમુલ ડેરીની અંદર દૂધ ભરતા સભાસદોને એક પણ રૂપિયાનો નફો આપવામાં આવતો નથી.

જો કે, આ મામલે કડક પગલા ભરવામાં નહી આવે તો આગામી દિવસોમાં યૂથ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી તથા સુમુલના વહીવટી ભવનની સામે ઉગ્ર દેખાવ કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *