હાલમાં તમે જાણતા હશો કે હીરા બજારમાં અને બીજા ઘણા ક્ષેત્રોમાં ખૂબ જ મંદીનું વાતાવરણ ઊભું છે. લોકોની દરેક બાજુથી આવતી આવક અત્યારે ઠપ થઈ ચૂકી છે. હીરા ઓફિસના લોકોને કામ ન આવતા ઓફિસમાંથી પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે આવા આકરા સમયમાં લોકો કરે તો શુ કરે ? લોકો રાહ જોઈ રહ્યા છે કે કયારે આ મંદી જાય અને કયારે લોકો પાછા કામ-ધંધે પાછા વળગે.
સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે ચોંકી જશો. હું વાત કરી રહ્યો છું સુરતના કલ્પેશભાઈ ધીરુભાઈ ગોંડલિયાની કે જેમણે આવી ભયંકર મંદીમાં પણ ઈમાનદારી બતાવી છે.અને હજુ માનવતા જીવિત છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કલ્પેશ ભાઈ જયારે સુરતના વરાછા વિસ્તારમાં કારગીલ ચોક થી સાગર ની વાડી વાળા રોડ પરથી જતા હતા. તે સમયે કલ્પેશભાઈ ને રોડ ઉપરથી એક મોટી માત્રામાં રોકડ પડેલા મળ્યા હતા. તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ રકમ કઈ નાની ન હતી પરંતુ 29500 રૂપિયાની રોકડ તેમને રોડ પર પડી મળી હતી.
હવે આવા સમયમાં કોઈ પણ વ્યક્તિને ઘણા વિચારો આવે. કે આ પૈસા કોના હશે ? , આનો મલિક કોણ હશે ? હવે આવા સમયમાં વ્યક્તિને એવા પણ વિચાર આવે કે” ભગવાને મારા પર કૃપા કરીને મને આ પૈસા આપ્યા છે.”
આવી રીતે તે પૈસા લેવાના વિચાર આવે. પરંતુ કલ્પેશભાઈ વિચાર્યું ક્યા જેમના પૈસા હશે તે વ્યક્તિ પૈસા ખોવાયા બદલ હેરાન થઈ ગયો હશે, દુઃખી હશે. એ માટે આ પૈસા ના સાચા માલિક ને ગોતવા કલ્પેશભાઈ દરેક પ્રયત્નો કર્યા. કલ્પેશભાઈ પ્રથમ કામ તો એ કર્યું કે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો કર્યો. “કે મને આ સ્થળે પૈસા મળ્યા છે તો જે કોઈ ના પણ હોય તે સાચી નિશાની આપી ને મારી પાસેથી લઈ જાય.”
આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં બીજા ઘણા છેલકપટીઓના ખોટા મેસેજો પણ આવ્યા. તેમ છતાં કલ્પેશભાઈ હાર ના માનતા તેમના સાચા માલિકને શોધવા માટે બનતા દરેક પ્રયત્નો કર્યા. આખરે આ પૈસા ના સાચા માલિક નો સંપર્ક થતા કલ્પેશભાઈ તેમના દરેક રોકડ રકમ તે વ્યક્તિને પરત કરી.
હવે આ ઘટના જોઇને આપણને વિચાર આવે કે હાલમાં હીરાઉદ્યોગમાં ભયંકર મંદીના સમયમાં આર્થિક ભીંસ અનુભવાઇ રહી છે તેમ છતાં માનવતા જીવંત હોવાનો આ કિસ્સો જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કેક કલ્પેશભાઈ ગબ્બર ટીમના સદસ્ય છે. અને આ ઘટના બાદ કલ્પેશભાઈની બધા જ લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે અને તેઓની ઈમાનદારી ઉપર બધા જ લોકોને ખૂબ જ ગર્વ અનુભવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.