સુરતમાં બ્રિજ પરથી તાપી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ, જુઓ LIVE વિડીયો

હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો હોય. આત્મહત્યાની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં છલાંગ લગાવી વધુ એક યુવકે આત્મહત્યા કર્યો છે.

સોમવારે વિયર કમ કોઝવે પર એક્ટિવ મૂકી યુવકે તાપીમાં છલાંગ લગાવી દીધી હતી.ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે એ પહેલા યુવકનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. વરિયાળી બજાર ખાતે રૂબી કોમ્પલેક્સમાં રહેતો મોહમદ ઝેફ મોહમદ અશદ ફ્રૂટવાલા(19) પરિવારના એક મોટોભાઈ, બે બેન, માતા-પિતા સાથે રહેતો હતો.

ઘટના સ્થળેથી મળેલી ગાડીના નંબરના આધારે આરટીઓમાંથી તપાસ કરતાં એડ્રેસ મળ્યું હતું. પરંતુ ત્યાં તપાસ કરતાં એ ઝૂપડપટ્ટી ડિંડોલી ભેસ્તાન આવાસમાં ખસેડાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ત્યાં તપાસ કરતાં બીજુ એડ્રેસ મળ્યું આ દરમિયાન લગભગ અઢી કલાક નીકળી ગયાં હતાં. તેવામાં બીઆરટીએસ કર્મચારીનો ફોન આવ્યો આધાર કાર્ડ મળ્યો છે.

જોકે યુવકના નસીબમાં જિંદગી ન હતી. કારણ કે, તેના આપઘાતના સમાચારો મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો નદીમાં કુદ્યા હતા અને યુવકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાહદારીઓના મોબાઇલમાં આ ઘટનાનો લાઇવ વીડિયો પણ કેદ થયો છે. જોકે, યુવકને બહાર કાઢીને 108માં લઈ જવામાં આવતા ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આજે વધુ એક યુવાને તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. સુરતના રાંદેર અને કતારગામ ને જોડતા કોઝ-વે ખાતે એક યુવાને અચાનક આવીને તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, આ યુવાને છલાંગ મારતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણકારી તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગને આપવામાં આવી હતી.

જોકે, ફાયર વિભાગ સાથે 108 ઇમરજન્સી સેવા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે, ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક તાપી નદીમાં ઉતરી યુવાને શોધી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાનને બહાર કાઢી 108 દ્વારા સારવાર આપવામાં આવે તે પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *