ભારતની આ નદીમાં સદીઓથી પાણીની સાથે વહે છે સોનું! તેમાંથી સોનું કાઢવા લાગે લાઈનો

Published on: 6:24 am, Tue, 22 January 19

આપણા દેશમાં અનેક નદીઓ છે અને આ દરેક નદીની પણ એક લેગ જ કથા સાંભળવા મળે છે. ગંગા નદી જેને સૌથી પવિત્ર નદી કહેવામાં આવે છે જેના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે પણ બહુ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે ભારતમાં જ એક એવી નદી પોતાની અંદર સોનું લઈને વહી રહી છે.

હા, ઝારખંડમાં આવેલ રત્નગર્ભા નામના સ્થળે જ સ્વર્ણ રેખા નામની નદી વહે છે. સદીઓથી આ નદીના પાણીમાં સોનાના કણ વહી રહ્યા છે. સાથે જ આ નદીની રેતમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે.

નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. ક્યાંક-ક્યાંક તેને સુવર્ણ રેખા નામથી પણ ઓળખવામાં આવે છે.

આ આખા વિસ્તારના આદિવાસી દિવસ રાત આ સ્વર્ણ કણોને ભેગા કરીને સ્થાનીક વેપારીઓને વેચીને રોજીરોટી કમાય છે. જો કે એ રહસ્યનો તાગ તો કોઈ જ નથી મેળવી શક્યું કે આ સોનું આવે છે ક્યાંથી?