ગુજરાત: આપને જણાવી દઈએ કે, ચંદી પડવાના દિવસ અગાઉ જ સુરત શહેર (Surat city) માં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે. ચંદી પડવા માટે ફક્ત સુરતમાં જ દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ (Market) રહ્યું છે. જો કે, ચંદી પડવા પહેલાં જ શહેરમાં લગભગ 1.30 લાખ કિલો ઘારીનું વેચાણ થઈ ચુક્યું છે. લગભગ 8.06 કરોડ રૂપિયાની સુરતમાં ઘારી વેચાઈ ચુકી છે.
શહેરમાં 10 મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી ફક્ત એક જ દિવસમાં વેચાઈ ચુકી છે. જયારે બીજી બાજુ, આ વર્ષે મીઠાઈની દુકાનોમાં શુગર ફ્રી ઘારી વધુ વેચાઈ રહી છે. અત્યાર સુધીમાં શહેરની બધી મીઠાઈ શોપ મળીને લગભગ 10,000 કિલો જેટલી શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે.
ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખી સુમૂલ ડેરી દ્વારા 5,000 કિલો શુગર ફ્રી ઘારી તૈયાર કરવામાં આવી હતી પણ ચંદી પડવો આવે એનાં પહેલા જ બધી જ શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ હતી. શહેરમાં લગભગ 10,000 કિલો શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે.
સુમૂલે આ વર્ષે 3 ગણી શુગર ફ્રી ઘારી બનાવી:
સુમૂલ ડેરીએ ગત વર્ષે કુલ 80,000 કિલો ઘારી બનાવી હતી કે, જેમાં 1500 કિલો શુગર ફ્રી ઘારી બનાવવામાં આવી હતી કે, જ્યારે આ વર્ષે કુલ 1 લાખ કિલો ઘારી બનાવવામાં આવી છે કે, જેમાંથી 5,000 કિલો શુગર ફ્રી ઘારી બનાવામાં આવી છે. જો કે, ચંદી પડવો આવે એનાં પહેલાં જ સુમૂલની બધી શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે. શુગર ફ્રી ઘારીની વધુ માંગ હોવાને લીધે સુમૂલે બીજી શુગર ફ્રી ઘારી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
હજાર કિલો ઓનલાઇન વેચાઈ:
લોકોને ઘરે ઓર્ડર પૂરો પાડવા માટે સુમૂલ સહિતની અનેકવિધ મીઠાઈ શોપ દ્વારા આ વર્ષ દરમિયાન ઘારીના ઓનલાઈન ઓર્ડર બુક શરૂ કરી દેવાયા છે. શહેરની મીઠાઈ શોપ દ્વારા ફૂડ ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. શહેરમાં લગભગ 1,000 કિલો ઘારી ઓનલાઈન વેચાશે.
બાળકો માટે બબલગમ ઘારી:
24 કેરેટ મીઠાઈના રોહન ઘારીવાલા જણાવે છે કે, ચાલુ વર્ષ દરમિયાન વિદેશોમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે. શુગર ફ્રી ઘારીનો કોન્સેપ્ટ પણ ખુબ વધ્યો છે. લોકો ઓનલાઈન પણ ઘારીના ઓર્ડર કરી રહ્યા છે. અમે આ વર્ષે નાનાં બાળકોને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ચ્યુમગમ જેવા સ્વાદની બબલગમ ઘારી બનાવી છે.
મીઠાઈ શોપ બહાર લાગી કતાર:
ચંદની પડવાનાં દિવસે ઘારીનો સ્વાદ માણવા માટે સુરતીઓ ખુબ ઉત્સુક છે. છેલ્લા કેટલાક દિવસથી તેમજ ખાસ કરીને પડવાની પૂર્વસંધ્યાએ લોકોએ મીઠાઈની દુકાનોની બહાર કતારો લગાવી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, સુમૂલ ડેરી 9800 કિલો તથા સુમૂલ ડેરી 98000 કિલો જયારે દુકાનોમાં 27,000 કિલોનું વેચાણ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.