સુરત(Surat): દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર. આવનારા દિવસોમાં દિવાળી(Diwali 2021)નો તહેવાર આવી રહ્યો છે. લોકોમાં અત્યારથી જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યના તમામ શહેરોમાં ધૂમધામથી તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આપણને સૌને ખબર છે કે દિવાળીના દિવસો પર સુરતની સુરત જ કઈક અલગ હોય છે.
સુરત શહેર દિવાળીના તહેવારને લઈને આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝળહળી ઊઠશે અને જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવી દેવા માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ રૂપિયા સુધીનું ભાડું ચૂકવશે.
આ સાથે જ ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝની સારી માગ બજારમાં જોવા મળી રહી છે, પરંતુ મળતી માહિતી અનુસાર આ દિવાળી પર થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતની મહાનગરપાલિકા શહેરને કરશે ઝળહળતુ:
આ વર્ષે સુરત મહાનગરપાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ સુરત શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશનીથી ઝળહળી ઉઠશે, જેમાં 19.75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે. શહેરના 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. શહેરના લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓવર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ રૂપિયા, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે સુરતને ઝગમગતું કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.