સુરતની વાત કરીએ તો સુરત ડાયમંડ નગરી તરીકે જાણીતું છે. એટલું જ પવિત્ર-સ્થાન માટે જાણીતું છે. સુરતની એ પવિત્ર તાપી નદીનું અનેરું મહત્વ રહ્યું છે કે જેની લોકો પૂજા અર્ચના પણ કરે છે. આ તાપી નદીના કિનારે ઠેર-ઠેર ઘણા એવા પાવન મંદિરો પણ છે, ત્યારે આજે આપણે એવા જ એક વર્ષો જુના એ તાપી નદીના કિનારે આવેલા ત્રણ પાન ના વડલા વિશે વાત કરીશું જે 5000 વર્ષ પૂર્વે એટલે કે લગભગ દ્રાપર યુગના સમયનું એ ત્રણ પાનનું આગવું મહત્વ રહેલું છે.
લગભગ તો સુરત વાસીઓ આ જગ્યા વિશે જાણતા જ હશે જે એક મંદિર છે. આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છે જે જાણીને સૌ કોઈને નવાઈ લાગશે પરંતુ ખરેખર હકીકત એવી જ છે કે આ વડ માં ચોથું પાન આવે એટલે તરત જ ઓટોમેટિક ખરી જાય છે.તાપી નદીનું મહત્વ દર્શાવતું આ ત્રણ પાઠના વડનું ત્યાં ઉગવું અને ત્રણ પાનના વડ સાથે ઘણા પ્રકારની પૌરાણિક અને ધાર્મિક કથાઓ સંકળાયેલી છે.
હાલ તો સુરતની પવિત્ર તાપી નદીના કિનારે એ 5000 વર્ષ જૂનો દ્રાપર યુગનું ત્રણ પાનનો વડ લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આપ સૌ જાણતા જશો કે જ્યારે મહાભારતના અંતમાં મહાયુદ્ધ થયું હતું એ યુદ્ધ દરમ્યાન અંતમાં કર્ણનો વધ થયો હતો. ત્યારબાદ તેની અંતિમ વિધિ આ સુરતના અશ્વિનીકુમાર વિસ્તાર ખાતે કરવામાં આવી હતી તેને જ યાદગીરી રૂપે આ ત્રણ પાનના વડલાનું ખૂબ અનેરૂ મહત્વ રહ્યું છે.
ત્રણ પાનના વડલાના ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ અર્જુનનીતિ ઘાયલ હતા ત્યારે તાપી નદી એ સૂર્યની પુત્રી છે. ત્યારે આપ સૌ જાણો છો કે કર્ણ પણ સૂર્યપુત્ર છે અને આ ધર્મની લડાઈ બાબતે સૂર્યપુત્ર કર્ણ કૌરવો સાથે હતા ત્યારે કરણ અર્જુન તીર થી ખૂબ ઘાયલ થયા હતા અને શ્રીકૃષ્ણ પાસે તેમની અંતિમ વ્યક્ત કરી. ઈચ્છા જાણે એવી હતી કે, તે એક કુંવારી માં નો દીકરો હોવાથી તેની અંતિમ વિધિ પણ એક કુંવારી જગ્યા પર થાય અને એ સુરતમાં તાપી કિનારે આવેલા યાસ્મીની કુમાર પર સોય જેટલી કુંવારી ભૂમિ પર અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ત્યારથી જ યાદગીરી સ્વરૂપે ત્રણ પાનના વડલો આજે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું પવિત્ર મંદિર તરીકે જાણીતું બન્યું છે.આ જગ્યાએ ઇતિહાસકારો દ્વારા અને સુરત દ્વારા પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું કે ત્રણ પાનના બદલામાં જાણે વાત એવી છે કે જ્યારે ચોથું પાન ઉગે છે. તે આપમેળે જ કરી જાય છે. જેમાં કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું નથી પરંતુ આ વડ બાબતે પ્રબળ માન્યતાઓ જોડાયેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.