Free braces to 1000 elders on the occasion of PM Modi birthday: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે 1000 વડીલોને વિનામૂલ્ય દાંતના ચોકઠા(Free braces to 1000 elders on the occasion of PM Modi birthday) બેસાડીને અનોખી સેવા કરવામાં આવી છે.
ભારતના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીની જન્મદિવસની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે સુરતના જાણીતા એવા ઉદ્યોગપતિ ગ્રીનલેન્ડ ડાયમંડના માલિક મુકેશભાઈ પટેલની પ્રેરણા અને સૌજન્ય સીલ સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં બરાબર આજથી એક વર્ષ પહેલા એટલે કે તારીખ 17મી સપ્ટેમ્બર 2022 ના રોજ વ્યસ્ત નાગરિકોને દત્ત ચિકિત્સા એટલે કે, સ્ક્રીનીંગથી લઈને દાંતની જગ્યાએ ચોખ્ખા બેસાડી આપવાની સુધીની ટ્રીટમેન્ટ બિલકુલ વિનામુલ્ય આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી.
એક વર્ષ દરમિયાન આ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અત્યાર સુધીમાં 1000 વડીલોને ટ્રીટમેન્ટ સંપૂર્ણ થઈ ચૂકી છે અને હજુ તો 1500 જેટલા વડીલોને રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે આ પૈકી કેટલાકને ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે અને દાંતની સમસ્યાથી પીડાતા એવા નાગરિકો માટે આ યોજના પીડામાંથી મુક્ત આપનારી નીવડી છે. આજે આપણે વચ્ચે આ યોજનાના લાભાર્થી ઘણા વડીલો ઉપસ્થિત છે અને તેઓએ પણ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.
ડાયમંડ હોસ્પિટલની ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમ માં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને ગ્રીન ડાયમંડ લેબના માલિક મુકેશભાઈ પટેલ આ સમગ્ર યોજનામાં તન,મન અને ધનથી પોતાનો સહયોગ કરી રહ્યા છે. તેમને આ ડેન્ટલ ટ્રીટમેન્ટ ને યોજનાની એક અનોખું નામ આપ્યું છે યોજનાનું નામ છે “ચહેરો ઉજવે આનંદ ઉત્સવ”. અને એક વર્ષ પછી આવનારા વધુ એક વર્ષ સુધી આ યોજનાને આગળ ધપાવાની સાથે તેમને આ જાહેરાત કરી છે.
આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમ ના કોઓર્ડીનેટર દિનેશ નાવડિયા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય છેવડાના લોકોને સુખકારી માટે સેવાની ધૂણી ધખાવી છે. આ ઊંડા પ્રવૃત્તિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબંધ છે.
ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ કે જેમના દાંત પડી ગયા છે અને દાંતના અભાવને કારણે તેઓ યોગ્ય રીતે ખોરાક લઇ શકતા નથી અને તેના કારણે તેમને શારીરિક અને માનસિક તકલીફોનો સહન કરવું પડે છે. તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોખ્ખું બનાવી આપી ફીટ કરી આપવા સુધી તમામ મટીરીયલ સાથેની તબીબી સેવા છેલ્લા એક વર્ષથી બિલકુલ નિશુલ્ક આપવામાં આવી રહી છે. વધુને વધુ વ્યસ્ત નાગરિકો આ યોજનાનો લાભ લે એ માટે અમારી હાર્દિક અપીલ છે. સુરતના નાના વરાછા ખાતે આવેલ આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ સોમવારથી શનિવાર દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વિનામૂલ્યે દાતના ચોકઠા બેસાડી આપવાની સેવા આપી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube