જુઓ કેવીરીતે સુરતની સોસાયટી માંથી દિનદહાડે થઇ મોંઘીદાટ સાઈકલોની ચોરી- ઘટના CCTVમાં કેદ

આ વિસ્તારમાં લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં ત્રણ જેટલી મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી થઇ છે. આ સમગ્ર…

આ વિસ્તારમાં લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં ત્રણ જેટલી મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી થઇ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. એક અજાણ્યો યુવક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતો માત્ર સ્પોર્ટ્સ સાઇકલની જ ચોરી કરીને જતો રહે છે.

હાલ સાયકલીંગનો ક્રેઝ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ શખ્સને સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી કરવામાં જ રસ હોય તેવું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થાનિક લોકોએ હજી સુધી પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી નથી. પરંતુ જ્યારે ચોરીના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. ત્યારે પોતાના એપાર્ટમેન્ટમાં રહેલા સીસીટીવી જોતા સમગ્ર ઘટના બહાર આવી છે.

આ ચોરીની ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શિક્ષાપત્રી એપાર્ટમેન્ટની છે. ચોરે પોતાની ઓળખ છતી ન થાય તે માટે પોતાના ચહેરા ઉપર રૂમાલ બાંધ્યો હતો. પરંતુ શિક્ષાપત્રી એપાર્ટમેન્ટના લોકોનું એવું માનવું છે કે, કોઈ અજાણ્યું વ્યક્તિ જ આ પ્રકારે મોંઘી સાઇકલોની ચોરી કરી રહ્યો છે, માત્ર બે દિવસમાં જ ત્રણ જેટલી મોંઘી સ્પોર્ટ્સ સાઇકલ ચોરી થતા એપાર્ટમેન્ટના રહીશો સાવધાન થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *