તંત્રની એક ભૂલે વેડફાયું સેકંડો લીટર પાણી, ભર ઉનાળે ઉભરાયો સૌરાષ્ટ્ર-કચ્છનો પાણિયારું ધોળીધજા ડેમ

ધોળીધજા ડેમ: એકબાજુ જિલ્લામાં લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ જિલ્લાનો મુખ્ય ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી વહી ગયું છે. ધોળીધજા ડેમમાંથી પાણી વહી જતા સરકાર કોઈ કર્યવાહી કરી રહી નથી.

રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, ભાવનગર સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પહોંચાડવામાં આવી રહ્યું છે. એક જ સપ્તાહમાં બીજી વખત આ ધોળીધજા ડેમમાં ઓવરફ્લો થયો છે અને હજારો લીટર પાણીનો વેડફાટ સર્જાયો છે. ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો હોવાથી બિન ઉપયોગી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં છોડી દેવામાં આવ્યું છે અને તે પાણીનો વેડફાટ થયો છે.

ઉનાળાના પ્રારંભિક સમય ગાળામાં તંત્રની ઘોર બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ચોટીલા સાયલા ધાંગધ્રા પંથકમાં લોકોને પીવાના પાણી માટે ઓન વલખા મારવા પડે છે. પીવાનું પાણી ભરવા માટે 2 કિમિ દૂર સુધી જવું પડે છે. સિંચાઈ માટે પણ ખેડૂતોને પાણી મળતું નથી.

ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીને કારણે ડેમ વારંવાર છલકાઈ અને ઓવરફ્લો થઇ રહ્યો છે. તેથી હજારો લીટર પાણીનો વેડફાટ પણ સર્જાઈ છે. સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે કે, આ મામલે આયોજનમાં ખામીઓ છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે મુખ્ય 3 ક્રોઝ-વે પણ પાણીમાં ગરકાવ બન્યા છે. આ ક્રોઝ-વે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *